બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / સુરતના સમાચાર / સુરતની કેસરિયા ટેક્સટાઇલ કંપની દ્વારા બે નવા બ્રાન્ડ્સ લોન્ચ કરાયા

સુરત / સુરતની કેસરિયા ટેક્સટાઇલ કંપની દ્વારા બે નવા બ્રાન્ડ્સ લોન્ચ કરાયા

Published By: Priyankka Triveddi

Last Updated: 01:41 PM, 27 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુરુષો માટે ‘મેન્ઝારો’ અને બાળકો માટે ‘કિકીબૂ’, વેપારીઓને ફેક્ટરી રેટે ટ્રેન્ડી કલેકશન મળશે

Surat News: સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં વિશ્વસનીય નામ તરીકે ઓળખાતી કેસરીયા ટેક્સટાઇલ કંપનીએ પોતાની હાજરીને વધુ મજબૂત કરતાં બે નવા એપેરલ બ્રાન્ડ્સ લોન્ચ કર્યા છે. પુરુષ વસ્ત્રો માટે ‘મેન્ઝારો’ અને બાળકોના વસ્ત્રો માટે ‘કિકીબૂ’ નામે રજૂ કરાયેલા આ બ્રાન્ડ્સ સાથે કંપનીએ નવા માર્કેટ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે.

શનિવારે યોજાયેલા ભવ્ય લોન્ચ કાર્યક્રમમાં શહેરના અગ્રણી ટેક્સટાઇલ વેપારીઓ, હોલસેલર્સ અને રિટેલર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કંપનીના B2B, B2C તેમજ ફ્રેન્ચાઇઝ મોડલ મારફતે અત્યાર સુધીમાં એક લાખથી વધુ વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોને વ્યવસાયિક સહારો મળ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.

surat-textile1

નવી શરૂઆત સાથે ‘મેન્ઝારો’ અને ‘કિકીબૂ’ બ્રાન્ડ હેઠળ નવીનતમ ફેશન ટ્રેન્ડ મુજબના કપડાં સીધા ફેક્ટરી રેટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. કંપનીના મતે, આ વ્યવસ્થા કારણે રિટેલર્સ અને બિઝનેસ પાર્ટનર્સને વધુ નફો કમાવાની તક મળશે. લોન્ચ પ્રસંગે ગ્રાન્ડ ઓપનિંગ ઓફર્સની પણ જાહેરાત કરવામાં આવી હતી.

કંપનીના ફાઉન્ડર રિતેશ મોદીએ જણાવ્યું હતું કે, વેપારીઓ સાથે મળીને વિકાસ કરવો એ કંપનીની મૂળ વિચારધારા રહી છે. સીધી કિંમતો અને ગોઠવાયેલા બિઝનેસ મોડલના આધારે ઉદ્યોગસાહસિકોને વિસ્તરણ માટે સરળ અને ટકાઉ તક પૂરી પાડવાનો હેતુ રાખવામાં આવ્યો છે.

કેસરીયા ટેક્સટાઇલ કંપની 0 ટકા રોયલ્ટી સાથેના ફ્રેન્ચાઇઝ મોડલ પર કાર્ય કરે છે. ટેક્સટાઇલ ક્ષેત્રમાં નવા વ્યવસાયિક અવસર સર્જવા અને વેપારીઓને મજબૂત બનાવવા કંપની સતત પ્રયત્નશીલ હોવાનું પણ જણાવાયું છે.નવા બ્રાન્ડ્સ દોરીવાલા સ્ક્વેર ખાતે, સુરત રેલવે સ્ટેશન સામે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Samsung Galaxy S26 Ultra ફોન ઈન્ડિયામાં લોન્ચ, મળશે ધમાકેદાર ફીચર્સ, જાણો કિંમત

vtv app add

ઉલ્લેખનીય છે કે કેસરિયા ટેક્સટાઈલ કંપનીએ વર્ષોથી ભારતીય ટેક્સટાઈલ માર્કેટમાં પોતાની મજબૂત ઓળખ ઊભી કરી છે. બ્રાન્ડ સાડી, કુર્તી, લહેંગા, સૂટ, નાઈટ વેર, કોઓર્ડ સેટ, મહિલા વસ્ત્રો, પુરુષ વસ્ત્રો અને બાળકોના વસ્ત્રો સહિત વિવિધ પ્રકારના પરિધાનની વિશાળ શ્રેણી ઓફર કરે છે. મજબૂત વિતરણ નેટવર્કના કારણે કંપનીના ઉત્પાદનો સમગ્ર ભારતમાં ઉપલબ્ધ છે અને તે વિશ્વના 80થી વધુ દેશોમાં નિકાસ પણ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kesariyaa Textile Apparel Launch Surat Textile Industry

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ