બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જૂનાગઢમાં SOGની મોટી કાર્યવાહી, નશીલી કફ સિરપ સાથે યુવક ઝડપાયો, ડ્રગ રેકેટ સુધી તપાસ

પર્દાફાશ / જૂનાગઢમાં SOGની મોટી કાર્યવાહી, નશીલી કફ સિરપ સાથે યુવક ઝડપાયો, ડ્રગ રેકેટ સુધી તપાસ

Priyankka Triveddi

Last Updated: 09:46 AM, 7 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢમાં નશાના કાળા કારોબાર સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીની અટકાયત કરી છે.

SOG Operation Junagadh: જૂનાગઢ શહેરમાં વધતા નશાના કાળા કારોબાર સામે પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મજેવડી દરવાજા વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા સફળ ઓપરેશન કરીને એક યુવાનને નશીલી કફ સિરપ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી શહેરમાં નશાના વેપારીઓમાં હડકંપ મચી ગયો છે. પોલીસના જણાવ્યા અનુસાર 20 વર્ષીય એસાન ઉર્ફે ‘લપ’ નામનો આરોપી એક્ટિવા પર નશીલો જથ્થો લઈને ગ્રાહકો સુધી પહોંચાડવા નીકળ્યો હતો. ત્યારે તેને રંગેહાથ પકડી લેવામાં આવ્યો હતો.

SOGનું ઓપરેશન

પોલીસને મળેલી બાતમીના આધારે ગેબનશા પીરની દરગાહ નજીક ચોક્કસ છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપી ત્યાંથી પસાર થતો હતો ત્યારે પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેની પાસેથી REXCRON-T નામની નશીલી કફ સિરપની કુલ 53 બોટલો મળી આવી હતી. આ ઉપરાંત આરોપી પાસેથી એક્ટિવા અને મોબાઈલ ફોન સહિત કુલ 68183 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

સપ્લાય ચેઇન સુધી પહોંચવા પોલીસ સક્રિય

પોલીસ તપાસ દરમિયાન આરોપીએ ખુલાસો કર્યો કે આ નશીલો જથ્થો મોરબીના કેતન નામના વ્યક્તિ પાસેથી લાવવામાં આવ્યો હતો. આ માહિતીના આધારે પોલીસની એક ખાસ ટીમ મોરબી તરફ રવાના કરવામાં આવી છે. જેથી મુખ્ય સપ્લાયર સુધી પહોંચી શકાય. પ્રાથમિક તપાસમાં આ કેસ કોઈ મોટા ડ્રગ રેકેટ સાથે જોડાયેલો હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ આ સમગ્ર નેટવર્કને તોડવા માટે ગંભીરતાથી તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને ફરી DEOની નોટિસ, શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અંગે ખુલાસો માંગ્યો

નશામુક્ત શહેર માટે પોલીસનો સંકલ્પ

આ કાર્યવાહી બાદ જૂનાગઢમાં નશાના કારોબારીઓમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે શહેરને નશામુક્ત બનાવવા માટે આવનારા દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. નશાના વેપાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને યુવાઓને આ બુરાઈથી દૂર રાખવા માટે સતત પ્રયત્નો કરવામાં આવશે. સ્થાનિક લોકો પણ પોલીસની આ કામગીરીને વખાણી રહ્યા છે અને આશા વ્યક્ત કરી રહ્યા છે કે આવી કાર્યવાહીથી શહેરમાં નશાનો પ્રસાર ઘટશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cough syrup Case Junagadh drug bust SOG operation Gujarat
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ