ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પ્રજાના પૈસે પાલિકાના જલસા! સામાન્ય બજેટ માટે હિંમતનગરના સત્તાધીશોએ બુક કરાવ્યું મોંઘુદાટ રિસોર્ટ

વૈભવી બજેટ બેઠક / પ્રજાના પૈસે પાલિકાના જલસા! સામાન્ય બજેટ માટે હિંમતનગરના સત્તાધીશોએ બુક કરાવ્યું મોંઘુદાટ રિસોર્ટ

Published By: Priyankka Triveddi

Last Updated: 02:32 PM, 27 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર પાલિકાની બજેટ માટેની બેઠકનું આયોજન થયું હતું. આ બેઠકની ખાસ વાત એ હતી કે પાલિકાની ઓફિસના બદલે એક ખાનગી રિસોર્ટમાં આ બેઠક યોજવામાં આવી હતી અને જેને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે.

ADVERTISEMENT

Himmatnagar Municipality: હિંમતનગર નગરપાલિકાની તાજેતરની બજેટ બેઠક વૈભવી અંદાજમાં ખાનગી રિસોર્ટમાં યોજાતા વિવાદ સર્જાયો છે. પાલિકાનું બિલ્ડિંગ ઉપલબ્ધ હોવા છતાં બેઠક અદાપૂર ગામ નજીક આવેલા મોંઘા રિસોર્ટમાં યોજાતા સત્તાધિશોના પ્રજાના પૈસે “જલસા” કરવાની આક્ષેપો ઉઠ્યા છે.

મળતી માહિતી મુજબ પાલિકાના કર્મચારીઓ, કોર્પોરેટરો તેમજ પાલિકા પ્રમુખ રિસોર્ટ ખાતે યોજાયેલી બેઠકમાં હાજર રહ્યા હતા. રિસોર્ટમાં મિટિંગ હોલ સાથે ભોજન વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. બજેટ જેવી મહત્વની બેઠક માટે ખાનગી સ્થળની પસંદગી કેમ કરવામાં આવી તે મુદ્દે શહેરમાં ચર્ચા શરૂ થઈ છે.

સ્થાનિક નાગરિકોનો પ્રશ્ન છે કે જાહેર નાણાંથી ચાલતી સંસ્થા માટે ખર્ચમાં મિતવ્યયિતા જરૂરી છે, ત્યારે નગરપાલિકાનું સત્તાવાર બિલ્ડિંગ છોડીને રિસોર્ટમાં બેઠક યોજવાની જરૂરિયાત શું હતી? બીજી તરફ, પાલિકા વર્તુળોનું કહેવું છે કે બેઠક માટે પૂરતી સુવિધા અને ટેકનિકલ વ્યવસ્થા ઉપલબ્ધ રહે તે માટે આ નિર્ણય લેવાયો હતો.

વિપક્ષના કેટલાક સભ્યોએ આ મુદ્દે પારદર્શકતા રાખવા અને બેઠક સંબંધિત તમામ ખર્ચની વિગતો જાહેર કરવા માંગણી કરી છે. તેઓએ જણાવ્યું કે પ્રજાના ટેક્સના પૈસાનો ઉપયોગ યોગ્ય રીતે થવો જોઈએ. આ મુદ્દે સત્તાવાર સ્પષ્ટીકરણની રાહ જોવામાં આવી રહી છે. જો ખર્ચ અને પ્રક્રિયા અંગે સ્પષ્ટતા ન થાય તો મામલો વધુ ઉગ્ર બનવાની શક્યતા છે.

આ પણ વાંચો: એક તરફ બોર્ડની એક્ઝામ, ને બીજી તરફ પોસ્ટ-પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી

vtv app promotion

સાબરકાંઠાના હિંમતનગરમાં સામાન્ય માણસ માટેનું બજેટ તૈયાર કરવા એક દિવસના રૂ. 28,500 ભાડાવાળું ખાનગી રિસોર્ટ બુક કરાતા સત્તાધીશો વિવાદમાં આવ્યા છે. વૈતરુ કરીને ટેક્સ ભરતી જનતાની પરવા કર્યા વિના સાહ્યબી સુવિધાઓનો લાભ લેવાઈ રહ્યો હોવાના આક્ષેપો વચ્ચે પણ પાલિકાના સત્તાધીશો અને કેટલાક કોર્પોરેટરો વિરોધ છતાં પોતાના નિર્ણય પરથી પાછા વળવા તૈયાર નથી. જેને લઈને શહેરમાં નારાજગી અને રાજકીય ગરમાવો વધ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

સાબરકાંઠા સમાચાર Himmatnagar Municipality Budget Session

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ