ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પોરબંદર અને દ્વારકામાં માવઠું, હવે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, બે દિવસમાં ગગડશે પારો

હવામાન આગાહી / પોરબંદર અને દ્વારકામાં માવઠું, હવે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, બે દિવસમાં ગગડશે પારો

Published By: Priyankka Triveddi

Last Updated: 01:07 PM, 31 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather: હવામાન વિભાગે આવનાર 2 દિવસોમાં ગુજરાતમાં તાપમાન નીચું જવાની સાથે માવઠાની પણ આગાહી કરી છે.

ADVERTISEMENT

Gujarat Weather Update: વર્ષ 2025 ના છેલ્લા દિવસે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના પંથક પોરબંદર અને દ્વારકામાં માવઠું થયું છે તો હવામાન વિભાગે આવનાર 2 દિવસોમાં ગુજરાતના વિવિધ શહેરોમાં તાપમાન નીચું જવાની સાથે વરસાદની પણ આગાહી કરી છે આથી નવાવર્ષમાં ગુજરાતમાં ભર શિયાળે વરસાદ આવતા બેવડી ઋતુ અને ઠંડીમાં વધારો એવી આગાહી કરવામાં આવી છે.

maavthu

પોરબંદરમાં માવઠાની શરૂઆત

સૌરાષ્ટ્રના પોરબંદર સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. આ પંથકમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. દ્વારકા, કલ્યાણપુર અને આસપાસના ગામોમાં પણ ઝરમર વરસાદ નોંધાયો છે. આ માવઠાના લીધે ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. જોકે કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડકનો અનુભવ પણ થયો છે. ચણા-જીરું સહિતના પાકોને નુકસાન થવાની શક્યતા છે.

Rain-in-gujarat

બપોર સુધીમાં રાજ્યમાં વરસાદની ભીતિ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બપોરે 1 વાગ્યા સુધીમાં રાજ્યના કચ્છ અને પોરબંદરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં આજે વહેલી સવારથી ઘુમ્મસભર્યુ વાતાવરણ રહ્યું હતું અને પ્રદૂષણમાં પણ વધારો જોવા મળ્યો હતો. આ સાથે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ અને સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર

હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. વર્ષ 2026 ની શરૂઆત વરસાદ સાથે થાય તેવી હાલ પૂરેપૂરી શક્યતા છે. ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત સુધી લંબાવાની શક્યતા છે. 31 ડિસેમ્બર 2025 અને 1 જાન્યુઆરી 2026 આ બે દિવસ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયાં વરસાદી ઝાપટાં પડી શકે છે.

2 અને 3 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે

વરસાદી માહોલ બાદ 2 અને 3 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. કોલ્ડ વેવના લીધે તીવ્ર ઠંડી પડવાની પણ શક્યતા છે. ક્લાઈમેટ ચેન્જના કારણે આ વર્ષે ઠંડીમાં ઘટાડો અને માવઠામાં વધારો જોવા મળી રહ્યો છે. ખેડૂતોને આ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક, ભાગેડુ લગ્ન નોંધણી પર શું નિર્ણય લેવાયો?

Vtv App Promotion 2

ગુજરાતના વિવિધ શહેરોનું તાપમાન આ મુજબ નોંધાયું હતું:

  • અમદાવાદ 15.3 ડિગ્રી
  • અમરેલી 13.8 ડિગ્રી
  • બરોડામાં 15.4 ડિગ્રી
  • ભાવનગરમાં 16.6 ડિગ્રી
  • ભુજમાં 16.6 ડિગ્રી
  • દમણમાં 16 ડીગ્રી
  • ડીસામાં 14.4 ડિગ્રી
  • દીવમાં 15.5 ડિગ્રી
  • દ્વારકામાં 20.5 ડિગ્રી
  • ગાંધીનગરમાં 13 ડિગ્રી
  • કંડલામાં 17.3 ડિગ્રી
  • નલિયામાં 15.6 ડિગ્રી
  • ઓખામાં 20.7 ડિગ્રી
  • પોરબંદરમાં 14.5 ડિગ્રી
  • રાજકોટમાં 15 ડિગ્રી
  • સુરતમાં 16.4 ડિગ્રી
  • વેરાવળમાં 18.6 ડિગ્રી

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IMD Weather Update Unseasonal Rain Gujarat Gujarat Weather Forecast

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ