ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બચીને રહેજો! ગુજરાતમાં 5 દિવસ હિટવેવની આગાહી, માર્ચની શરુઆતમાં જ ગરમીનો આકરો મિજાજ

ગરમી / બચીને રહેજો! ગુજરાતમાં 5 દિવસ હિટવેવની આગાહી, માર્ચની શરુઆતમાં જ ગરમીનો આકરો મિજાજ

Published By: Priyankka Triveddi

Last Updated: 03:05 PM, 6 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ગરમીનું પ્રમાણ ઝડપથી વધતું જોવા મળી રહ્યું છે અને અનેક શહેરોમાં હિટવેવની સ્થિતિ સર્જાવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે તમારા શહેરમાં આગામી દિવસોમાં તાપમાન કેવું રહેશે વાંચો એક ક્લિકે..,

ADVERTISEMENT

ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના શહેરોમાં ગરમીનો પ્રભાવ વધતો જઈ રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારો માટે આગામી પાંચ દિવસ સુધી હિટવેવ જેવી પરિસ્થિતિ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. દિવસ દરમિયાન તાપમાનમાં સતત વધારો થતો હોવાથી લોકોમાં ઉનાળાની શરૂઆતનો અહેસાસ થવા લાગ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજ્યના અનેક શહેરોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાઈ રહ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગરમી વધુ તીવ્ર બની રહી છે.

અનેક શહેરોમાં હિટવેવની શક્યતા, યેલો અલર્ટ જાહેર

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ બાદ રાજ્યના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં હિટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીનેસૌરાષ્ટ્રના વિસ્તારો જેવા કે પોરબંદર, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ તેમજ દીવ જેવા વિસ્તારોમાં યેલો અલર્ટ જાહેર કરવામાં આવી શકે છે. આ વિસ્તારોમાં તાપમાનમાં એકાએક 4 થી 4.5 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો નોંધાઈ શકે છે. જેના કારણે લોકોને દિવસ દરમિયાન વધુ ગરમીનો સામનો કરવો પડી શકે છે.

અમદાવાદમાં T20 ફાઇનલ દરમિયાન પણ રહેશે ગરમી

આગામી 8 માર્ચે અમદાવાદમાં યોજાનારી ICC Men's T20 World Cup Final દરમિયાન પણ ગરમીનો અનુભવ થવાની સંભાવના છે. હવામાન વિભાગના અનુમાન મુજબ તે દિવસે અમદાવાદમાં તાપમાન લગભગ 37 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. હાલમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જોકે આજે તાપમાનમાં થોડો ઘટાડો થઈ 35 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. પરંતુ આગામી 24 કલાક બાદ ફરી તાપમાનમાં વધારો થઈ શકે છે.

garmi

દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધશે

હાલમાં રાજ્યમાં ઉત્તર-પશ્ચિમ દિશાથી પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 15 થી 20 નોટ્સ સુધી રહેવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પવનની અસર વધુ જોવા મળશે. ગાંધીનગર અને અમદાવાદ જેવા શહેરોમાં પણ ગરમીનો પ્રભાવ યથાવત રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ બંને શહેરોમાં મહત્તમ તાપમાન લગભગ 37 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે.

ભાવનગર સૌથી ગરમ શહેર, રાજકોટ બીજા ક્રમે

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક શહેરોમાં તાપમાન ઊંચું નોંધાયું છે. તેમાં ભાવનગરમાં સૌથી વધુ 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. જ્યારેરાજકોટમાં 37.9 ડિગ્રી સાથે તે રાજ્યનું બીજું સૌથી ગરમ શહેર રહ્યું છે. તે ઉપરાંત અમદાવાદમાં 37.7 ડિગ્રી,અમરેલીમાં 37.7 ડિગ્રી,વડોદરામાં 37.2 ડિગ્રી, ડીસામાં 37.3 ડિગ્રી અને સુરતમાં 36.4 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચો: ઉનાળામાં સર્જાશે ચોમાસા જેવો માહોલ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી

Vtv App Promotion 2

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. જેના કારણે ઉનાળાની શરૂઆતમાં જ લોકો માટે ગરમી વધુ કઠિન બની શકે છે. એક્સપર્ટ દ્વારા લોકોને દિવસ દરમિયાન તડકામાં લાંબા સમય સુધી બહાર ન રહેવા અને પૂરતું પાણી પીવા જેવી સલાહ આપવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

T20 final weather Gujarat heatwave Ahmedabad temperature

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ