ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ડાંગની સુબીર જિલ્લા પંચાયત બેઠકમાં સાસુ અને વહુ વચ્ચે ટક્કર, ભાજપે વહુને કોંગ્રેસે સાસુને ટક્કર આપી

સ્થાનિક સ્વરાજયની ચુંટણી / ડાંગની સુબીર જિલ્લા પંચાયત બેઠકમાં સાસુ અને વહુ વચ્ચે ટક્કર, ભાજપે વહુને કોંગ્રેસે સાસુને ટક્કર આપી

Published By: Priyankka Triveddi

Last Updated: 11:34 AM, 12 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જોરશોરથી તૈયારી ચાલી રહી છે અને દરેક પક્ષ વચ્ચે સત્તા માટે જંગ જામી છે તેવામાં ડાંગમાં આ ચૂંટણી એક રસપ્રદ મોડ પર આવીને ઊભી રહી છે.

ADVERTISEMENT

Dand Election: ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આ વખતે ખૂબ જ રસપ્રદ બની ગઈ છે. ખાસ કરીને સુબીર જિલ્લા પંચાયતની બેઠક પર સાસુ અને વહુ વચ્ચે સીધી ટક્કર જામતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. આ અનોખી ચૂંટણી લડતમાં ભાજપે વહુ પ્રિયંકા કુંવરને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી છે. જ્યારે કોંગ્રેસે સાસુ જયનુબેન બાગુલને ટિકિટ આપીને મુકાબલો વધુ જ ટકરાવદાર બનાવી દીધો છે. પરિવારની અંદરની આ રાજકીય સ્પર્ધા હવે સમગ્ર જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે.

સુબીર તાલુકો વિકાસથી વંચિત રહ્યો હોવાનો મુદ્દો પણ આ ચૂંટણીમાં મહત્વનો બની રહ્યો છે. મતદારો હવે માત્ર વ્યક્તિગત સંબંધો નહીં પરંતુ વિકાસ અને પ્રગતિના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પોતાનો મત આપવા તૈયાર દેખાઈ રહ્યા છે. સાસુ-વહુ વચ્ચેની આ ટક્કર માત્ર પરિવારની જ નહીં. પરંતુ કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની પ્રતિષ્ઠાની લડાઈ બની ગઈ છે. બંને પક્ષ પોતાના ઉમેદવારને જીતાડવા માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.

21 વર્ષની વિદ્યાર્થીને ટિકિટ

અમરેલીના બગસરા વિસ્તારમાં નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે 21 વર્ષની વિદ્યાર્થીનીને ટિકિટ આપી છે. તે હાલમાં બીએસસી નર્સિંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહી છે.

ભાજપ કાર્યાલયમાં 28 વર્ષથી કામ કરતાં વ્યક્તિને મળી ટિકિટ

મહેસાણા ખાતેના કાર્યાલયમાં છેલ્લા 28 વર્ષથી પ્યુન તરીકે સેવા આપનારાને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય અમુક શહેરોની બેઠકના ઉમેદવારો ચર્ચામાં છે.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આજથી ભાજપ દ્વારા પ્રચાર અભિયાનનો પ્રારંભ

આ ચૂંટણીમાં પરિણામ શું આવશે તે જોવું રસપ્રદ રહેશે. કારણ કે અહીં ભાવનાત્મક જોડાણ અને રાજકીય વ્યૂહરચનાનો અનોખો સંયોજન જોવા મળી રહ્યો છે. ડાંગના મતદારો માટે આ માત્ર ચૂંટણી નથી. પરંતુ એક એવી સ્પર્ધા છે જ્યાં સંબંધો અને રાજકારણ એકબીજા સામે ઊભા છે. હવે સૌની નજર સુબીર બેઠકના પરિણામ પર ટકી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BJP vs Congress Dang election local body election

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ