ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ભુજ અને વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી, પોલીસે પરિસર ખાલી કરાવીને કર્યું ચેકિંગ

ધમકી / ભુજ અને વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી, પોલીસે પરિસર ખાલી કરાવીને કર્યું ચેકિંગ

Published By: Bharatsinh Chauhan

Last Updated: 12:57 PM, 5 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં બે જિલ્લાની કોર્ટને આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ આવતા તંત્ર દોડતું થયું છે. ભુજ અને વડોદરા શહેરમાં આજ સવારથી જ આ ધમકીને પગલે ગભરાટનો માહોલ છે.

ADVERTISEMENT

Gujarat Court News: ગુજરાત રાજ્યમાં ભુજ અને વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા તંત્ર સતર્ક બન્યું છે.

કચ્છના મુખ્ય મથક ભુજમાં આવેલી કોર્ટને આજે સવારે ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ધમકીની માહિતી મળતા જ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોર્ટની તમામ કાર્યવાહી તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી અને સમગ્ર કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કડક સુરક્ષા હેઠળ લઈ તપાસ શરૂ કરી હતી.

ગુજરાતની અનેક અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા તંત્ર સતર્ક બની ગયું છે. કચ્છના મુખ્ય મથક ભુજમાં આવેલી કોર્ટને પણ ઈ-મેઈલ મારફતે બોમ્બ મૂક્યો હોવાની ધમકી મળતા તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. મળતી માહિતી મુજબ ધમકીભર્યા ઈ-મેઈલમાં આજે બપોરે 2 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ થવાની વાત લખવામાં આવી હતી. આ જાણકારી મળતા જ પોલીસ અને કોર્ટના વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા.

સુરક્ષાના ભાગરૂપે કોર્ટની કાર્યવાહી તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી અને સમગ્ર કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાથે સાથે વિવિધ સુરક્ષા એજન્સીઓએ પણ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.

bhuj-court

કોર્ટ પરિસરમાં પાર્ક કરાયેલા તમામ વાહનો અને આસપાસના વિસ્તારોની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારને સુરક્ષા ઘેરામાં લેવામાં આવ્યો હતો અને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવે તે માટે દરેક ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં પોલીસ અને સાયબર ટીમો ધમકીભર્યા ઈ-મેઈલના સ્ત્રોત અંગે તપાસ કરી રહી છે.

આ સાથે વડોદરા કોર્ટને પણ ઈ-મેઈલ મારફતે બોમ્બની ધમકી મળતા તંત્ર સતર્ક બન્યું છે. પોલીસ દ્વારા લાઉડસ્પીકર મારફતે લોકોને કોર્ટ પરિસરમાંથી બહાર નીકળવા અપીલ કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે વડોદરા કોર્ટને ગત મહિને પણ આ પ્રકારની ધમકી મળી હતી અને આજે ફરીથી આવી ઘટના બનતા સુરક્ષા વ્યવસ્થામાં વધુ કડકાઈ લાવવામાં આવી છે.

આ પણ વાંચો: રિવરફ્રન્ટ પર નાહવા પડેલા 4 યુવકો ડૂબતાં મોત, સુરત-3, મહેસાણામાં 3ના મોત, હોળી પર માતમ

Vtv App Promotion 2

ઘટનાના પગલે બંને શહેરોમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) દ્વારા કોર્ટ પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ સાયબર ક્રાઈમ અને પોલીસની ટીમો ઈ-મેઈલ કયા આઈપી એડ્રેસ પરથી મોકલવામાં આવ્યો છે અને આ પાછળ કોણ જવાબદાર છે તે અંગે તપાસ કરી રહી છે. હાલ પૂરતું સાવચેતીના પગલાં તરીકે બંને કોર્ટની કામગીરી થોડા સમય માટે સ્થગિત રાખવામાં આવી છે અને સમગ્ર મામલે તપાસ ચાલુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Court Threat Bhuj Court Threat Bomb Threat Email

Published by

Bharatsinh Chauhan

Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ