ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / થરાદ પોલીસને મોટી સફળતા, 3750000 રૂપિયાના MD ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ
Last Updated: 08:29 PM, 4 May 2025
ADVERTISEMENT
બનાસકાંઠા જિલ્લાના થરાદની ખોડા ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન MD ડ્રગ્સ ઝડપાયું છે. રાજસ્થાન તરફથી આવી રહેલી પેસેન્જર ગાડીની તલાસી લેતા રાજસ્થાનના એક યુવક પાસેથી 37 લાખથી વધુની કિંમતનું 375 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું છે.
ADVERTISEMENT

એમડી ડ્રગ્સ સાથે ઇસમની ધરપકડ
ADVERTISEMENT
યુવક પાસે એક કોલેજ બેગ હતી. જે બેગમાં અલગ અલગ બે બોક્સમાં તેણે ડ્રગ્સ સંતાડેલું હતું. ડ્રગ્સના જથ્થા સાથે રાકેશ બિશ્નોઈ નામના યુવકની ધરપકડ કરીને પોલીસે તેની પૂછપરછ કરી. જેમાં તે ભુજના મોહમ્મદ મોખા નામના શખ્સને ડ્રગ્સ આપવા જઈ રહ્યો હોવાનું જણાવતા પોલીસે ભુજ જઈને ડ્રગ્સ મંગાવનાર શખ્સને પણ પકડી લીધો છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, આ તારીખ જાહેર થશે ધોરણ 12નું પરિણામ
ADVERTISEMENT
પોલીસે કાર્યવાહી હાથ ધરી
રાકેશને વિકાસ બિશ્નોઈ નામના શખ્સે ડ્રગ્સ આપ્યું હતું. જેના વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. 375 ગ્રામ એમડી ડ્રગ્સ એટલે કે, એક ગ્રામના 10,000 લેખે 37,50,000નુ એમડી ડ્રગ્સ પોલીસે કબજે કર્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો