ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વિમાન ક્રેશ થયું તે પહેલા RAT થયું હતું એક્ટિવ! જાણો શું છે આ ડિવાઇસ અને કઇ રીતે કરે છે કામ

અપડેટ / વિમાન ક્રેશ થયું તે પહેલા RAT થયું હતું એક્ટિવ! જાણો શું છે આ ડિવાઇસ અને કઇ રીતે કરે છે કામ

Published By: Chintan Chavda

Last Updated: 11:03 PM, 17 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Air India Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ ઇન્વેસ્ટિગેશન ટીમને આ દુર્ઘટનામાં એક મોટો પુરાવો મળ્યો છે. કે ટેકઓફના અમુક જ સેકન્ડ બાદ પ્લેનનો 'Ram Air Turbine' એટલે RAT એક્ટિવેટ થઈ ગયું છે. જાણો શું છે RAT...

ADVERTISEMENT

12 જૂન 2025 ના રોજ, એર ઇન્ડિયાનું બોઇંગ ડ્રીમલાઇનર 787-8 પ્લેન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. જોકે, ટેકઓફ કર્યાના થોડા સમય પછી, પ્લેન અકસ્માતનો ભોગ બન્યું અને એરપોર્ટ નજીક એક મેડિકલ હોસ્ટેલમાં અથડાયું. આ અકસ્માતને કારણે, પ્લેનના આગળના ભાગને જ નુકસાન થયું નહીં, પરંતુ મેડિકલ હોસ્ટેલને પણ ઘણું નુકસાન થયું. આ દુ:ખદ અકસ્માતમાં 279 લોકોએ જીવ ગુમાવ્યા. પ્લેનમાં સવાર 242 લોકોમાંથી, આ પ્લેન ક્રેશમાં 241 લોકો મૃત્યુ પામ્યા અને જે મેડિકલ હોસ્ટેલ સાથે પ્લેન અથડાયું તેના 38 લોકોએ પણ જીવ ગુમાવ્યા. આ અકસ્માતમાં પ્લેનમાં સવાર ફક્ત એક બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશ જ જીવતો બચ્યો.

plane-crash

હવે આ ઇન્વેસ્ટિગેશન ટીમને આ દુર્ઘટનામાં એક મોટો પુરાવો મળ્યો છે. ટીમે દુર્ઘટના ઓડિયો અને વીડિયોથી ખબર પડી કે ટેકઓફના અમુક જ સેકન્ડ બાદ પ્લેનનો 'Ram Air Turbine' એટલે RAT એક્ટિવેટ થઈ ગયું છે. માનવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનાના કારણોને સમજવામાં જરૂરી સાબિત થઈ શકે છે. RAT એક નાનું પંખા જેવુ સાધન હોય છે, તે વિમાનના બંને એન્જિન ફેલ થયા બાદ કે ઇલેક્ટ્રિક કે હાઇડ્રોલિક સિસ્ટમ સંપૂર્ણ પણે ફેલ થાય બાદ જ નીકળે છે.

શું છે RAT?

RAT એક નાની પ્રોપેલર જેવું ડિવાઇસ છે, જે આપાતકાલિન પરિસ્થિતિમાં વિમાનને  ઇલેક્ટ્રિસિટી અને હાઇડ્રોલિક પાવર આપે છે.  તે વિમાનના બંને એન્જિન ફેલ થયા બાદ કે ઇલેક્ટ્રિક કે હાઇડ્રોલિક સિસ્ટમ સંપૂર્ણ પણે ફેલ થયા બાદ જ નીકળે છે. RAT હવાની સ્પીડનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરે છે, જેનાથી વિમાનનું કે મહત્વપૂર્ણ સિસ્ટમ કામ કરે છે. આ ડિવાઇસ વિમાન કંટ્રોલ કરવામાં પાયલટની મદદ કરે છે.

app promo3

નવા ઓડિયો અને વીડિયોમાંથી મળેલા સાક્ષીઓમાં RAT નું એક્ટિવેટ હોવું સામે આવ્યું છે. વીડિયોમાં વિમાનની ડાબી પાંખ નીચે એક નાની ગ્રે રંગનું ડિવાઇસ દેખાઈ રહ્યું છે, જેને નિષ્ણાતોએ RAT જણાવ્યું છે. આની સાથે જ ઓડિયોમાં એક ઝડપી, હાઇ ફ્રિક્વેસીવાળો અવાજ સંભાળ છે, જે RAT ને પ્રોપેલર ફરવાનો અવાજ માનવામાં આવી રહ્યો છે.

ક્યારે એક્ટિવેટ થાય છે RAT ?

RAT  પ્લેનમાં આવતી ત્રણ પ્રકારની સમસ્યાઑ બાદ એક્ટિવેટ થઈ શકે છે.

બંને એન્જિનનું બંધ થવું

જ્યારે પ્લેનના બંને એન્જિન એક સાથે કામ કરવાનું બંધ કરી દે છે તો ઓટોમેટિક RAT એક્ટીવેટ થઈ જાય છે.

ઇલેક્ટ્રિક સિસ્ટમ ફોલ્ટ

જો વિમાનની સંપૂર્ણ ઇલેક્ટ્રિક સિસ્ટમ ફેલ થઈ જાય તો RAT ઇમરજન્સી લાઇટ પ્રદાન કરે છે.

હાઇડ્રોલિક સિસ્ટમ ફોલ્ટ

વિમાનની હાઇડ્રોલિક સિસ્ટમ વિમાનના નિયંત્રણો જેમ કે ફ્લૅપ્સ અને લેન્ડિંગ ગિયરનું સંચાલન કરે છે. જો આ નિષ્ફળ જાય, તો RAT એક્ટિવ થાય છે અને વિમાનને હાઇડ્રોલિક પાવર પૂરો પાડે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ત્રણ દિવસનાં વરસાદનાં ડરામણા આંકડા, સરકારે પણ સ્વિકાર્યું સ્થિતિ ભયાનક

એક્સપર્ટસ અનુસાર, RAT નું એક્ટિવેટ વિમાનમાં ગંભીર ટેકનિકલ સમસ્યાનો સંકેત છે. ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ પાયલટ કેપ્ટન એહસાન ખાલિદે જણાવ્યું હતું કે બંને એન્જિન એક સાથે બંધ થવું અસામાન્ય છે. તેમણે કહ્યું કે જો બંને એન્જિન વચ્ચે બે સેકન્ડનો પણ તફાવત હોત, તો વિમાનમાં ‘yawing’ (દિશામાં અચાનક ફેરફાર) જોવા મળત, પરંતુ વીડિયોમાં આ જોવા મળ્યું નથી. જે દર્શાવે છે કે એન્જિનનું બંધ થવું ડિજિટલ રીતે એકસાથે થયું હતું, જે કદાચ સોફ્ટવેર અથવા સેન્સરમાં ખામીને કારણે હોઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ram Air Turbine Air India plane crash Ahmedabad News

Published by

Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ