બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં AMTSની રફ્તાર બની બેકાબૂ, નારણપુરા ક્રોસિંગ નજીક કાર અને 2 ટુ વ્હીલરને મારી ટક્કર

અકસ્માત / અમદાવાદમાં AMTSની રફ્તાર બની બેકાબૂ, નારણપુરા ક્રોસિંગ નજીક કાર અને 2 ટુ વ્હીલરને મારી ટક્કર

Published By: Priyankka Triveddi

Last Updated: 02:45 PM, 7 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ નારણપુરા ક્રોસિંગ નજીક AMTSએ ગંભીર અકસ્માત સર્જ્યો છે. નારણપુરા રેલવે ક્રોસિંગ પાસે બસે કાર અને 2 વ્હીલરને અડફેટે લીધા હતા.

Ahmedabad Naranpura AMTS Bus News: અમદાવાદના નારણપુરા ક્રોસ રોડ પર આજે ગુરુવારે AMTS બસ બેકાબૂ બનતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. AMTS બસે એક કાર અને બે ટુ-વ્હીલરને ટક્કર મારતા બે લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિકોએ બસ ચાલક નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો છે. જ્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

નારણપુરા ક્રોસ રોડ પર AMTS બસ અકસ્માત

અમદાવાદના વ્યસ્ત નારણપુરા ક્રોસ રોડ વિસ્તારમાં આજે ગુરુવારે એક ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાતા વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. AMTS બસ, કાર અને બે ટુ-વ્હીલર વચ્ચે થયેલી આ ટક્કરમાં બે લોકોને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ રોડ પર વાહનોની લાંબી કતારો લાગી જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી.

પૂરઝડપે દોડતી બસે વાહનોને મારી ટક્કર

સ્થાનિકોના જણાવ્યા મુજબ AMTSની 400 નંબરની બસ પૂરઝડપે નારણપુરા ચાર રસ્તા તરફ આવી રહી હતી. આ દરમિયાન બસે પહેલા એક કારને અડફેટે લીધી અને ત્યારબાદ નજીકમાં પસાર થઈ રહેલા બે ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે એક ડિલિવરી બોય રોડ પર પટકાયો હતો અને તેને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

બસ ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે બસનો ડ્રાઇવર નશાની હાલતમાં હતો અને બેદરકારીપૂર્વક બસ ચલાવી રહ્યો હતો. કેટલાક લોકોએ જણાવ્યું કે બસ ખૂબ જ ઝડપમાં હતી અને ડ્રાઇવરે સમયસર બ્રેક ન મારતા અકસ્માત સર્જાયો હતો. જોકે પોલીસે હાલ આ મુદ્દે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. પોલીસનું કહેવું છે કે ડ્રાઇવરનું મેડિકલ પરીક્ષણ અને તપાસ બાદ જ હકીકત સામે આવશે.

આ પણ વાંચો: વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં શરૂ થશે હીટવેવનો રાઉન્ડ, વાંચો આગાહી

પોલીસ તપાસ હાથ ધરાઈ

અકસ્માતના પગલે નારણપુરા વિસ્તારમાં ટ્રાફિક ખોરવાયો હતો. ટ્રાફિક પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવી વાહન વ્યવહાર ફરી સામાન્ય બનાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે આસપાસના CCTV ફૂટેજ મેળવવાની કામગીરી હાથ ધરી છે જેથી અકસ્માત કેવી રીતે સર્જાયો તેની સ્પષ્ટ માહિતી મળી શકે. પોલીસ દ્વારા બસ ચાલક, કાર ચાલક અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે. સ્થાનિકોમાં AMTS બસોની બેદરકારીપૂર્ણ ડ્રાઇવિંગ મુદ્દે ફરી એકવાર ચિંતા વ્યક્ત થઈ રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AMTS Bus Crash AMTS Bus News Ahmedabad Naranpura News

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ