બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં શરૂ થશે હીટવેવનો રાઉન્ડ, વાંચો આગાહી

હીટવેવ એલર્ટ / વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં શરૂ થશે હીટવેવનો રાઉન્ડ, વાંચો આગાહી

Published By: Priykant Shrimali

Last Updated: 02:08 PM, 7 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Heatwave Forecast : રાજ્યમાં એક તરફ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો વરસાદી માહોલ સર્જાયો છે, તો બીજી તરફ આગામી દિવસોમાં તીવ્ર ગરમી અને હીટવેવની આગાહી

Gujarat Heatwave Forecast : ગુજરાતમાં હાલ હવામાનનું ચિત્ર સંપૂર્ણ રીતે બદલાતું જોવા મળી રહ્યું છે. એક તરફ ગરમી અને એક તરફ વરસાદને કારણે લોકો મુંઝવણમાં મુકાયા છે. રાજ્યમાં એક તરફ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો વરસાદી માહોલ સર્જાયો છે, તો બીજી તરફ આગામી દિવસોમાં તીવ્ર ગરમી અને હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવે ફરી શરૂ થશે હીટવેવનો નવો રાઉન્ડ

રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરરૂપે રાજ્યના અનેક ભાગોમાં છેલ્લા બે દિવસથી વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગિર પંથક સહિતના વિસ્તારોમાં બુધવારે પણ છૂટાછવાયા હળવા વરસાદે લોકોમાં રાહતનો અનુભવ કરાવ્યો હતો. વાદળછાયું આકાશ અને ઠંડા પવનના કારણે ઉનાળાની ગરમીમાં થોડીક શાંતિ જોવા મળી હતી. પરંતુ આ રાહત લાંબા સમય માટે નથી.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં ફરી એકવાર તાપમાનમાં વધારો થશે અને રાજ્યમાં હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને નવમીથી બારમી મે દરમિયાન ગરમીનો રાઉન્ડ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. હાલમાં રાજ્યના આઠ જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. તેમાં સૌથી વધુ ગરમ શહેર તરીકે રાજકોટ નોંધાયું છે, જ્યાં તાપમાન 42.9 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જ્યારે અમદાવાદમાં પણ મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી નોંધાયું છે.

આ પણ વાંચો : PM મોદી ફરી ગુજરાતના પ્રવાસે, કરશે રાત્રિ રોકાણ, જુઓ ક્યાં અને ક્યારે

આગાહી મુજબ 7 મેના રોજ રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર અને કચ્છ જિલ્લામાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો થવાની શક્યતા છે, જેના કારણે હીટવેવની સ્થિતિ ઊભી થઈ શકે છે. આ બેવડા હવામાનના કારણે રાજ્યમાં રોગચાળાના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અચાનક વરસાદ અને પછી તીવ્ર ગરમીના ફેરફારથી લોકોના આરોગ્ય પર અસર થવાની શક્યતા છે. તબીબી નિષ્ણાતોએ લોકોને પૂરતું પાણી પીવા, ગરમીથી બચવા અને અનાવશ્યક બહાર જવાનું ટાળવા સૂચના આપી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Heatwave Gujarat Gujarat Weather Update Rain Alert Gujarat

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ