ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં T-20 ફાઈનલ વચ્ચે હીટવેવની આગાહી, તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા

T20 WC 26 / અમદાવાદમાં T-20 ફાઈનલ વચ્ચે હીટવેવની આગાહી, તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા

Published By: Priyankka Triveddi

Last Updated: 08:25 AM, 8 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં આજે રવિવાર 8 માર્ચના રોજ IND vs NZ ની T 20 ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. ત્યારે ચાલી જાણીએ કે આજનું અમદાવાદનું હવામાન કેવું રહેશે..

ADVERTISEMENT

T20 Final Ahmedabad Weather: અમદાવાદમાં આજે T20 World Cup 2026ની ફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાવાની છે. હજારો દર્શકો અને ફેંસ દેશના ખૂણે ખૂણેથી અમદાવાદમાં આવ્યા છે આજની ફાઇનલ મેચ જોવા માટે ત્યારે ચાલો જાણીએ કે આજનું અમદાવાદનું તાપમાન કેવું રહેશે. આજે દિવસ દરમિયાન ગરમીનો પ્રભાવ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે તેવી આગાહી કરી છે. ઉત્તર પશ્ચિમ દિશાથી ફૂંકાતા પવનોના કારણે તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સાથે જ હવામાં ભેજનું પ્રમાણ રહેતા લોકો ઉકળાટનો પણ અનુભવ કરી રહ્યા છે. ખાસ કરીને બપોરના સમય દરમિયાન ગરમીનો પ્રભાવ વધુ અનુભવાઈ રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન લગભગ 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં તાપમાન સતત ઊંચું નોંધાઈ રહ્યું છે. ગઈકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગરમી વધતા લોકો દિવસ દરમિયાન બહાર નીકળતા પહેલા સાવચેતી રાખી રહ્યા છે.

રાજ્યના અન્ય શહેરોમાં પણ ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છના ભુજમાં સૌથી વધુ 39 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 38.8 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 38.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તર ગુજરાતના ડીસામાં 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અનેક વિસ્તારોમાં બપોરે ગરમી અને ઉકળાટના કારણે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભેજનું પ્રમાણ વધુ હોવાથી ઉકળાટનો માહોલ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં તાપમાનમાં હજુ પણ વધારો થઈ શકે છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

ગરમી વધતા તબીબો પણ લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે. બપોરના સમયે અનાવશ્યક બહાર ન નીકળવું, વધુ પાણી પીવું અને શરીરને હાઇડ્રેટ રાખવું જરૂરી હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. અમદાવાદમાં ટી-20 ફાઇનલ માટે મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ સ્ટેડિયમ પહોંચવાની શક્યતા હોવાથી પ્રશાસન પણ ગરમીને ધ્યાનમાં રાખીને જરૂરી વ્યવસ્થાઓ કરવાની તૈયારીમાં છે.

આ પણ વાંચો: અમદાવાદમાં T20 ફાઈનલ મેચની ટિકિટની કાળાબજાર કરતો શખ્શ ઝડપાયો

vtv app promotion

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી કેટલાક દિવસોમાં રાજ્યના અનેક શહેરોમાં તાપમાન વધુ વધી શકે છે. જેના કારણે લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળવાની શક્યતા હાલ ઓછી જણાઈ રહી છે. તેવામાં બહારથી આજેની ફાઇનલની મેચ જોવા આવેલ લોકોને અમદાવાદની ગરમીમાં શેકાવું પડી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Heatwave Gujarat Weather T20 Final Ahmedabad

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ