બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કોપર વાયરને ચોરી લાખો રૂપિયામાં વેચતી આ 'ખેકડા ગેંગ', 4 આરોપીઓને મુદ્દામાલ સાથે પોલીસે દબોચ્યા
Last Updated: 02:27 PM, 11 June 2025
Ahmedabad Metro Cable Theft: અમદાવાદમાં થયેલી મેટ્રોના વાયરની ચોરીનો ભેદ આખરે ખુલ્યો છે. આ ચોરીના કેસમાં કુખ્યાત ખેકડા ગેંગનો હાથ હોવાનો ખુલાસો થયો છે. માહિતી અનુસાર, દેશમાં થયેલી તમામ મેટ્રોના કેબલની ચોરીમાં ખેડકા ગેંગનો હાથ હોવાનું સામે આવ્યું છે. પોલીસને આ કેસમાં તપાસ દરમિયાન CCTVમાં બે સફેદ કારની શંકાસ્પદ હરકત જોવા મળી હતી.
ADVERTISEMENT
મેટ્રો ચોરીનો ભેદ ઉકેલાયો
મેટ્રો કેબલ ચોરી કરનાર ખેકડા ગેંગની તપાસમાં ઘણા મહત્ત્વના ખુલાસા થયા છે. માહિતી અનુસાર, મેટ્રોના કેબલની ચોરીના આરોપીઓ કાલુપુરની કોઈ હોટલમાં રોકાયા હતા. ચોરેલો મુદ્દામાલ કલોલના ગેસ્ટ હાઉસ અને ભાડે રાખેલા મકાનમાં મળી આવ્યો. પોલીસે આ મામલે મુદ્દામાલ સાથે 4 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ ઉત્તરપ્રદેશ અને દિલ્લીની બોર્ડર પર આવેલા ખેડકા ગામના હોવાનો ખુલાસો થયો છે.
ADVERTISEMENT
ઉત્તરપ્રદેશની ગેંગમાં 50 શખ્સો સામેલ
માહિતી અનુસાર, આરોપીઓ સામે અગાઉ 111 કેસ નોંધાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો છે. નાના મોટા 111 જેટલા કેસોમાં આ ગેંગની સંડોવણી સામે આવી છે. આરોપીઓએ કબૂલ્યું કે અગાઉ દિલ્લી, પુના, ભોપાલ, જયપુર અને કોલકાતામાં પણ મેટ્રોમાં ચોરી કરી હતી. માહિતી અનુસાર, આ ગેંગે દિલ્હી મેટ્રો રેલમાં સૌથી વધુ ચોરી કરી હતી.
ADVERTISEMENT

દિલ્હી પોલીસની એક ટીમે ગાંધીનગર આવી પોલીસ પાસેથી માહિતી મેળવી. આરોપીઓ ચોરી કર્યા પછી ખોટા બિલ બનાવીને આ ગેંગ કોપર કેબલ રેલવે મારફત મોકલતા હતા. આરોપીઓ કોપર વાયરની ચોરી કરીને પછી તેને લાખો રૂપિયામાં વેચતા હતા. ખેડકા ગેંગમાં 40થી 50 લોકો જોડાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. પહેલી વખત મેટ્રો એક્ટ 2002 અંતર્ગત ગુનો નોંધાયો. મેટ્રો એક્ટ હેઠળ આજીવન કારાવાસની સજાની જોગવાઈ કરાઈ.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાતભરમાં બુલડોઝર એક્શન, ગેરકાયદે દબાણોનો સફાયો, અસામાજિક તત્વોમાં ફફડાટ
ગાંધીનગરના ડીવાયએસપી દિવ્ય પ્રકાશ ગોહિલે કહ્યું કે જે આરોપીઓ પકડાયા છે, એ ચારેય આરોપીઓ યુપીના ખેકડા ગામના છે, જે ન્યૂ દિલ્હીની સરહદ નજીક આવેલું છે. આ ગામના આ ગેન્ગના લગભગ 50 થી 100 લોકો મેટ્રોના કેબલની ચોરી કરી રહ્યા છે. અમને અમારી તપાસ અને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે ભારતભરમાં જેટલા પણ રાજ્યોમાં મેટ્રો ચાલી રહી છે, એ તમામ રાજ્યોમાં આ લોકો ગયા છે અને ભૂતકાળમાં પણ આ પ્રકારની ચોરીઓ કરી છે." વધુમાં તેમણે જણાવ્યું કે "પૂછપરછ દરમિયાન અમને જાણવા મળ્યું છે કે દિલ્હીમાં છેલ્લા 2 વર્ષમાં 111 વારદાતમાં મેટ્રોની ચોરી થઈ છે, જેમાં કોપરનો કેબલ તેમણે ચોરેલો છે."
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.