બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં કોરોના વકર્યો, એક જ દિવસમાં નવા 175 કેસ નોંધાતા ખળભળાટ
Last Updated: 05:20 PM, 10 June 2025
રાજ્યમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. હવે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1100ની પાર છે ત્યારે અમદાવાદમાં પણ રોજના 100થી વધુ કેસો નોંધાઈ રહ્યાં છે. અમદાવાદમાં એક દિવસમાં કોરોનાના 175 નવા કેસ નોંધાયા છે. ત્યારે હવે શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 761 થઈ છે.
ADVERTISEMENT

અમદાવાદમાં 175 નવા કેસ નોંધાયા
ADVERTISEMENT
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. પશ્ચિમ ઝોનમાં 237 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 229 કેસ નોંધાયા છે. કોરોના કેસ વધતા આરોગ્ય વિભાગ પણ એલર્ટ મોડમાં આવ્યું છે.
રાજકોટમાં પણ કોરોનાનો ખતરો વધ્યો
ADVERTISEMENT
તો બીજી તરફ રાજકોટમાં પણ કોરોનાનો ખતરો વધ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીનું મોત થયું છે. છેલ્લા 4 દિવસથી 55 વર્ષીય વૃદ્ધને કોરાના થયો હતો. હાયપર ટેન્શનની બિમારીથી દર્દી પણ પીડાતા હતા.
આ લક્ષણો જણાય તો રિપોર્ટ કરાવો
ADVERTISEMENT
હોમ આઈસોલેશનમાં રહેલ વ્યક્તિઓએ તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું અને જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો વગેરે જેવા લક્ષણોમાં જણાયે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક ક૨વો. ખાંસી/છીંક દરમિયાન નાકનું મોં ઢાંકવું, જાહેર સ્થળોએ થૂંકવું નહીં, અવારનવાર સાબુથી હાથ ધોવા, સેનેટાઈઝ૨નો ઉપયોગ કરાવવો વગેરે કોવિડ એપ્રોપ્રીયેટ બિહેવિય૨નું પાલન ક૨વું. કો-મોર્બીડ કંડીશન ધરાવતા લોકો અને રોગપ્રતિકારક શક્તિની ઉણપ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું અથવા આવી જગ્યાએ માસ્કનો ઉપયોગ ક૨વો.

ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાતભરમાં બુલડોઝર એક્શન, ગેરકાયદે દબાણોનો સફાયો, અસામાજિક તત્વોમાં ફફડાટ
સાવચેતી એજ સમજદારી છે
ADVERTISEMENT
કોવિડના કેસોમાં દ૨ 6 થી 8 માસમાં રાઈજિંગ ટ્રેન્ડ આવતો હોય છે જેથી ગભરાવાની જરૂર નથી. સાવચેતી એજ સમજદારી છે. કોવિડ પોઝિટિવ દર્દીના જીનોમ સિક્વન્સી ટેસ્ટિંગ GBRC ગાંધીનગ૨ ખાતે ક૨વામાં આવે છે જેમાં મુખ્યત્વે JN.1, LF.7, LF.7.9 અને XFG Variant જોવા મળેલ છે. જે WHO ના ધારાધો૨ણ મુજબ Variant of Interest છે. આમ, આ variant સામાન્ય પ્રકા૨નો છે જેમાં ગભરાવાની જરૂર નથી.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.