ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કળયુગી પુત્રએ કુહાડીથી પિતાનું ઢીમ ઢાળી દીધું, કામધંધા અંગે ટોકવું આધેડને ભારે પડ્યું

ક્રાઇમ / કળયુગી પુત્રએ કુહાડીથી પિતાનું ઢીમ ઢાળી દીધું, કામધંધા અંગે ટોકવું આધેડને ભારે પડ્યું

Published By: Priykant Shrimali

Last Updated: 12:32 PM, 9 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Morbi Crime News : પિતા દ્વારા કામધંધા અંગે વારંવાર ટોકાટોકી કરવામાં આવતા દીકરો ઉશ્કેરાઈ ગયો હતો અને ગુસ્સામાં આવીને...

ADVERTISEMENT

Morbi Crime News : મોરબી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં કુટુંબિય વિવાદે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. માળિયા તાલુકાના મોટાભેલા ગામમાં એક દીકરાએ પોતાના જ પિતાની નિર્દયી હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

શું છે સમગ્ર મામલો ?

પ્રાથમિક વિગતો મુજબ પ્રવિણ ઉર્ફે પવા સોમાણી નામના યુવકે પોતાના પિતા જીવણભાઈ સોમાણી પર કુહાડી વડે હુમલો કર્યો હતો. કહેવામાં આવે છે કે, પિતા દ્વારા કામધંધા અંગે વારંવાર ટોકાટોકી કરવામાં આવતા દીકરો ઉશ્કેરાઈ ગયો હતો અને ગુસ્સામાં આવીને આ ગંભીર પગલું ભર્યું હતું.

આ પણ વાંચો : AAPમાંથી રાજીનામાં બાદ હવે ખેડૂત નેતા રાજુ કરપડા આજે ભાજપમાં જોડાશે, આ બેઠક પરથી લડશે ચૂંટણી

આ હુમલા દરમિયાન વૃદ્ધ પિતાને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના ગામમાં ચકચાર મચાવી દીધી છે અને સ્થાનિકોમાં ભય અને શોકનું વાતાવરણ વ્યાપી ગયું છે. આ બનાવ અંગે આરોપીના ભાઈ ભરત સોમાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. માળિયા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીને ઝડપી લેવા માટે તંત્ર સક્રિય બન્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

father son dispute Morbi murder case axe attack Gujarat

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ