ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં ક્યારે આવશે ચોમાસું?, જાણો શું કહે છે હવામાન, અંબાલાલ અને પરેશ ગોસ્વામી

આગાહી / ગુજરાતમાં ક્યારે આવશે ચોમાસું?, જાણો શું કહે છે હવામાન, અંબાલાલ અને પરેશ ગોસ્વામી

Published By: Jay Bhatt

Last Updated: 06:33 AM, 10 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કેટલાક ભાગોમાં છેલ્લા બે દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ચોમાસું ક્યારે રાજ્યમાં પ્રવેશ કરશે તેવો સવાલ દરેકના મનમાં છે. ચોમાસાને લઈને અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગે આગામી સાત દિવસની રાજ્યના હવામાન વિશે આગાહી કરી છે.

ADVERTISEMENT

Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 12 જૂન સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદની ચેતવણી કરવામાં આવી છે.

18 જૂન પછી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યાનુસાર અમદાવાદ આસપાસ 41 ડિગ્રી તાપમાન રહી શકે છે તેમજ ઉત્તર તરફથી આવતા પવનોને કારણે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. જો કે, 18 જૂન પછી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહી

રાજ્યમાં ચોમાસા અંગે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 'ચોમાસુ ગુજરાતની નજીક પહોંચ્યુ છે, 12 જૂન સુધીમાં મહારાષ્ટ્રમાં હળવો વરસાદ થશે, 15 થી 18 જૂન મુંબઇના અનેક વિસ્તારોમાં વરસાદ થશે'.

અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે '10 જૂનથી મહારાષ્ટ્રમાં ચોમાસુ ફરી સક્રિય થશે. 12 થી 15 જૂન દરમ્યાન તેમણે અમરેલી, જૂનાગઢ , ભાવનગર અને બોટાદમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સાથે જ ગીર સોમનાથ, વડોદરા જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના દર્શાવી છે'. 13 જૂનથી 22 જૂન પંચમહાલ, વડોદરા ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

vtv app add

આ ઉપરાંત અંબાલાલે જણાવ્યું હતું કે, 'આ દરમ્યાન અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની તેમણે આગાહી કરી. સાથે જ તેમણે ધોળકા, સાણંદ, વિરમગામ, પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં પણ 13 થી 22 જૂન દરમ્યાન વરસાદની આગાહી કરી. આ સમયગાળા દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી. અંબાલાલે ક્હ્યું કે 24થી 30 જૂન દરમ્યાન બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં સારો વરસાદ વરસશે.

વધુ વાંચો : ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 131 કેસ, સગર્ભા મહિલાનું સારવાર બાદ મોત, મૃત્યુઆંક 646 પર પહોંચ્યો

પરેશ ગોસ્વામીની આગાહી

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ 20 જૂને ચોમાસું બેસી શકે તેવી આગાહી કરી છે.હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, અત્યાર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં જે વરસાદ પડી રહ્યો હતો, તે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ હતો હવે થોડા દિવસ ગરમીનો સામનો કરવો પડશે, 14 જૂન પછી પ્રી-મોન્સૂન એક્ટિવિટી વધારે તીવ્ર બનશે, તેમના મતે 20 જૂનથી ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે.

આજે કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી

આજે પણ કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લામાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડી શકે છે. તો તાપી, ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Gujarat Rain Forecast Paresh Goswami

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ