બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / માં-બાપ પાસે સૂતેલા 4 વર્ષના માસૂમ પર દીપડાનો જીવલેણ હુમલો, સ્થાનિકોમાં ભય

જુનાગઢ / માં-બાપ પાસે સૂતેલા 4 વર્ષના માસૂમ પર દીપડાનો જીવલેણ હુમલો, સ્થાનિકોમાં ભય

Published By: Priykant Shrimali

Last Updated: 10:57 AM, 7 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Junagadh Leopard Attack : દીપડાનો આતંક યથાવત્, 4 વર્ષના બાળક પર જીવલેણ હુમલાથી ગ્રામ્ય વિસ્તારમાં ભય, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

Junagadh Leopard Attack : જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર વન્યપ્રાણીઓના વધતા આતંકની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાસ્તવમાં જુનાગઢના આણંદપુર ગામે રાત્રિના સમયે માતા-પિતા પાસે સૂઈ રહેલા માત્ર ચાર વર્ષના માસૂમ બાળક પર દીપડાએ જીવલેણ હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.

શું છે સમગ્ર મામલો ?

પ્રાથમિક વિગતો મુજબ ખેત મજૂરી કરીને જીવન ગુજારતો પરિવાર રાત્રિના સમયે ખેતરમાં આરામ કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક દીપડો ત્યાં આવી ચડ્યો અને માતા-પિતા પાસે સૂતા બાળક પર હુમલો કર્યો. હુમલો એટલો ભયાનક હતો કે, બાળકના માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પરિવારજનોના ચીસા અને હોબાળા બાદ દીપડો ત્યાંથી ભાગી ગયો હતો.

ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં ગામલોકોમાં ભય ફેલાઈ ગયો છે. ખાસ કરીને રાત્રિના સમયે ખેતરો અને ગામની આસપાસ દીપડાની અવરજવર વધતા લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો : ઉનાળાના 10 દિવસ અમદાવાદીઓ રહેશે પાણીવિહોણા! આ વિસ્તારોને નડશે પાણીકાપની અસર

શું કહેવું છે સ્થાનિકોનું ?

સ્થાનિક લોકોનું કહેવું છે કે, છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના હુમલાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. પશુઓ બાદ હવે નાના બાળકો પણ નિશાન બનતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ વન વિભાગ પાસે માંગ કરી છે કે, માનવ પર હુમલો કરનાર દીપડાને તાત્કાલિક પાંજરે પકડવામાં આવે અને વિસ્તારમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Junagadh Leopard Attack Junagadh Leopard Terror

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ