બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : નદીઓમાં ઘોડાપૂર, અનેક ગામ બેટમાં ફેરવાયા, ગુજરાતમાં વરસાદની બહબહાટી
Gujarat Rain : ગુજરાતમાં ભરશિયાળે અષાઢી માહોલ જામ્યો હોય તેમ અનેક જિલ્લાઓમાં કહેર બનીને તૂટી પડ્યો છે. કેટલીક જગ્યાએ તો વરસાદે ભુક્કા કાઢી નાખતા ધમાકેદાર તોફાની બેટિંગ કરી છે જેના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે તો કેટલાગ ગામો બેટમાં ફેરવાયા છે.
ADVERTISEMENT
ઉનામાં શિયાળાની સિઝનમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને પગલે સનખડા, ખત્રીવાડા, સુલતાનપુર સહિતના ગામ સંપર્કવિહોણા થઈ ગયા છે. ધોધમાર વરસાદને પગલે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે તો ખત્રીવાડામાં રાવલ રૂપેણ અને માલણ નદીમાં પૂર આવ્યા છે.
ADVERTISEMENT
ઉનામાં શિયાળાની સિઝનમાં ચોમાસા જેવો માહોલ, બેટમાં ફેરવાયા અનેક ગામ#UnaRain #WinterRain #Unaseason #HeavyRain #WeatherUpdate #GujaratRain #UnaDistrict #RainAlert #GujaratWeather #MonsoonLikeWinter #UnaFlood #VTVDigital #GujaratNews pic.twitter.com/2tK7Ytb1jU
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 1, 2025
ADVERTISEMENT
નદીઓ ગાંડીતૂર થતાં અનેક ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જગતના તાત પર વરસાદ કહેર બનીને આવ્યો છે પાકનું ધોવાણ થઈ ગયું છે. રસ્તા પર જાણે નદીઓ વહેતી થઈ તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. લોકો જીવના જોખમે ટ્રેક્ટરમાં એક ગામથી બીજા ગામ સુધી જવા મજબૂર બન્યા છે.
ADVERTISEMENT
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 6 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બોરણા, બોડિયા, શિયાણી, અંકેવાળીય સહિતના ગામમાં વરસાદે વારો પાડી દીધો છે. ચુડા તાલુકામાં પણ કમોસમી વરસાદે નુકસાની વેરી છે. ખાંડીયા, મોજીદડ, બલાળા, છલાળા ગામમાં ભારે વરસાદ વરસ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભાવનગરના તળાજામાં ધોધમાર વરસાદને પગલે ગામની બંને બાજુની નદીમાં પૂર આવતા ચારેય તરફ પાણી જ પાણી થઈ ગયું છે. નદીના પાણી ગામમાં વહેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે છેલ્લા દોઢ દિવસથી નદી બે કાંઠે વહી રહી છે. કેટલાક લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે.
બોટાદ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદની ધબધબાટી, ખેડૂતો ચિંતાતુર #Botad #RainAlert #UnseasonalRain #FarmersWorried #GujaratRain #WeatherUpdate #Monsoon2025 #CropDamage #GujaratNews #VTVDigital #HeavyRain #AgricultureCrisis #FarmerIssues #RainInBotad pic.twitter.com/0b7mIKVJpl
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 1, 2025
ગામમાં નદીની જેમ પાણી વહેતા લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. ઈમરજન્સી પરિસ્થિતિમાં પણ લોકો બહાર નીકળી શકે તેવી સ્થિતિ નથી. સરપંચ અશોકસિંહ સરવૈયાએ તંત્ર પાસે મદદ માગી છે. અનેકવાર બ્રિજની માગ છતાં હજુ સુધી બ્રિજ ન બનતા સ્થિતિ વણસી છે.

ભાવનગર ઉપરાંત બોટાદમાં પણ વહેલી સવારથી મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી છે. ગઢડામાં ગ્રામ્ય વિસ્તારમાં ફરી વરસાદ શરૂ થતાં શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. છેલ્લા 5 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે લોકો પરેશાન થયા છે અને સતત કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.
વધુ વાંચો : હવે મુખ્યમંત્રી પણ બદલાશે? ડેપ્યુટી સીએમ જ બનશે નવા CM, 21 અથવા 26 તારીખે શપથ ગ્રહણ કરે તેવી શક્યતા
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને પવનની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ખાસ કરીને 15 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે, જ્યારે અન્ય વિસ્તારો માટે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સૂચના મુજબ લોકોએ મહત્વપૂર્ણ પગલાં લેવા અને આપત્તિ પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.