બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં આગલા સપ્તાહ સુધી ભારે વરસાદની શકયતા, હવામાન વિભાગે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો

Gujarat weather / ગુજરાતમાં આગલા સપ્તાહ સુધી ભારે વરસાદની શકયતા, હવામાન વિભાગે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો

Published By: Nidhi Panchal

Last Updated: 06:42 AM, 2 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર રાજસ્થાન વિસ્તારમાં અપર એર સર્ક્યુલેશન સર્જાતા તેના અસરરૂપે રાજ્યના અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી, ગાજવીજ અને અતિભારે વરસાદની શક્યતા છે. સાથે જ, જુલાઈ મહિનામાં સામાન્યથી વધુ વરસાદ પડે તેવી શક્યતા પણ જણાઈ રહી છે.

Rain-Forecast-03

આજે અનેક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ

આજે, 2 જુલાઈના રોજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના અન્ય વિસ્તારો જેમ કે પાટણ, ખેડા, અમદાવાદ, કચ્છ, આણંદ, સુરેન્દ્રનગર, દ્વારકા, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.

hawaman

છેલ્લા 24 કલાકના આંકડા

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 80થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં નોંધાયો છે જ્યાં 4 ઈંચ વરસાદ પડ્યો. સુબિરમાં 1.85 ઈંચ, ઉમરગામમાં 1.40 ઈંચ, વાપીમાં 1.10 ઈંચ અને ખેરગામમાં 1 ઈંચ વરસાદ થયો છે. ડોલવણ અને ધરમપુરમાં પણ ક્રમશઃ 1 ઈંચ અને 21 મીમી વરસાદ નોંધાયો છે. કુકરમુંડા અને વિજયનગરમાં 18 મીમી, પારડીમાં 16 મીમી, વાંસદામાં 15 મીમી, કલોલમાં 14 મીમી, દાહોદમાં 13 મીમી, ગાંધીનગરમાં 12 મીમી તથા સાગબારા, કુંકાવાવ-વડીયા અને બાયડમાં 11 મીમી વરસાદ નોંધાયો છે.

app promo5

આ પણ વાંચો : Ahmedabad માં મોડી સાંજે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ખાડે ખાડે પાણી

હવામાન વિભાગે ખેડૂતો અને નાગરિકોને આગાહ કરાઈ છે કે આગામી દિવસોમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતીઓ રાખે અને સત્તાવાર સૂચનાઓને અનુસરે. સાથે આગામી દિવસોમાં લોકો માટે સલાહ છે કે હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરે, પાણી ભરાય એવા રસ્તાઓ પર ન જાય અને શક્ય હોય તો જરૂરી ન હોય ત્યાં ઘરની બહાર ન નીકળે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

heavy rain forecast Gujarat rain alert IMD Gujarat weather

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ