ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / GUJCET 2026 : વિદ્યાર્થીઓ માટે હોલ ટિકિટ આજથી ઓનલાઈન ઉપલબ્ધ, આ રીતે કરો ડાઉનલોડ

જાણી લેજો / GUJCET 2026 : વિદ્યાર્થીઓ માટે હોલ ટિકિટ આજથી ઓનલાઈન ઉપલબ્ધ, આ રીતે કરો ડાઉનલોડ

Published By: Priykant Shrimali

Last Updated: 09:29 AM, 17 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GUJCET Hall Ticket Download : વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જઈને પોતાનું હોલ ટિકિટ સરળતાથી ડાઉનલોડ કરી શકે છે. 17 માર્ચના રોજ બપોરે 12 વાગ્યાથી આ સુવિધા શરૂ કરવામાં આવી છે જેથી પરીક્ષાર્થીઓ સમયસર પોતાનું એડમિશન કાર્ડ મેળવી શકે.

ADVERTISEMENT

GUJCET Hall Ticket Download : રાજ્યમાં ઈજનેરી અને ફાર્મસી અભ્યાસ માટે મહત્વપૂર્ણ ગણાતી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET) માટેની તૈયારી હવે અંતિમ તબક્કામાં છે. આ તરફ પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આ પરીક્ષાની હોલ ટિકિટ ઓનલાઈન ઉપલબ્ધ થઈ ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 17 માર્ચથી વિદ્યાર્થીઓ માટે એડમિશન કાર્ડ ડાઉનલોડ કરવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જઈને પોતાનું હોલ ટિકિટ સરળતાથી ડાઉનલોડ કરી શકે છે. 17 માર્ચના રોજ બપોરે 12 વાગ્યાથી આ સુવિધા શરૂ કરવામાં આવી છે જેથી પરીક્ષાર્થીઓ સમયસર પોતાનું એડમિશન કાર્ડ મેળવી શકે.

ઉનલોડ કરી શકશો હોલ ટિકિટ

હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે વિદ્યાર્થીઓએ અરજી કરતી વખતે આપેલા મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ આઈડી સાથે જન્મ તારીખ અથવા એપ્લિકેશન નંબર દાખલ કરવો પડશે. આ ઉપરાંત ઉમેદવારો પોતાના નામ દ્વારા પણ હોલ ટિકિટ શોધી શકે છે. જરૂરી વિગતો દાખલ કર્યા બાદ તેઓ પોતાનું એડમિશન કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

શાળાઓને પણ મળશે સુવિધા

રાજ્યની વિજ્ઞાન પ્રવાહ ધરાવતી નોંધાયેલી ઉચ્ચતર માધ્યમિક શાળાઓને પણ આ પ્રક્રિયામાં સહાયરૂપ થવા માટે ખાસ સુવિધા આપવામાં આવી છે. શાળાઓ પોતાના ઇન્ડેક્સ નંબર અને રજીસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા લોગ-ઇન કરીને પોતાના વિદ્યાર્થીઓના હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકે છે અને ત્યારબાદ તેને વિદ્યાર્થીઓને આપી શકે છે.

આચાર્યની સહી જરૂરી નથી

બોર્ડ દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે હોલ ટિકિટ પર શાળાના આચાર્યની સહી અથવા સિક્કાની જરૂર રહેશે નહીં. ઓનલાઈન ડાઉનલોડ કરેલું એડમિશન કાર્ડ જ પરીક્ષા માટે માન્ય રહેશે. પરંતુ પરીક્ષા સમયે વિદ્યાર્થીઓએ હોલ ટિકિટ સાથે કોઈપણ એક માન્ય ફોટો આઈડી પ્રૂફ ફરજિયાત સાથે લાવવો પડશે.

આ પણ વાંચો : અમદાવાદના નારણપુરામાં અસામાજિક તત્વોનો આતંક, પાર્ક કરેલી કારોના કાચ તોડાયા

29 માર્ચે યોજાશે પરીક્ષા

GUJCET 2026ની પરીક્ષા આગામી 29 માર્ચે યોજાશે. પરીક્ષા સવારે 10 વાગ્યે શરૂ થશે અને અલગ-અલગ તબક્કામાં સાંજે લગભગ 5 વાગ્યા સુધી ચાલશે. રાજ્યભરના અનેક વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા જઈ રહ્યા હોવાથી બોર્ડે તમામ ઉમેદવારોને સમયસર હોલ ટિકિટ ડાઉનલોડ કરી લેવા અને જરૂરી દસ્તાવેજો સાથે પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેવાની સૂચના આપી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GUJCET 2026 GUJCET Admit Card GUJCET Hall Ticket Download

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ