બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગોંડલના પાટખીલોરીમાં બે મતથી તો મહેસાણાના પઢારીયામાં એક મતથી ઉમેદવાર સરપંચ પદે બન્યા વિજયી

ચૂંટણી / ગોંડલના પાટખીલોરીમાં બે મતથી તો મહેસાણાના પઢારીયામાં એક મતથી ઉમેદવાર સરપંચ પદે બન્યા વિજયી

Nidhi Panchal

Last Updated: 02:57 PM, 25 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યભરમાં આજે ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. મહેસાણા જિલ્લાના પઢારીયા ગામમાં ફક્ત 1 મતથી સરપંચ પદ જીતાયું હોય તેવું રસપ્રદ પરિણામ આવ્યું છે.

ગુજરાતમાં 22 જૂનના રોજ યોજાયેલી ગ્રામપંચાયત ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે. સવારથી જ રાજ્યભરના મતગણતરી કેન્દ્રોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ હતી. મતગણતરીના સાથે જ ઠેર ઠેર વિજેતાઓના સમર્થકો દ્વારા ઢોલ, તાશા, અબીલ-ગુલાલ અને નોટો ઉડાવી ઉજવણી કરવામાં આવી હતી. જીતની ખુશીમાં ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા.

ratansingh-Chavda

રાજ્યની કુલ 8,326 ગ્રામ પંચાયતોમાંથી 4,564માં સામાન્ય ચૂંટણી

આ વર્ષે રાજ્યની કુલ 8,326 ગ્રામ પંચાયતોમાંથી 4,564માં સામાન્ય ચૂંટણી અને 3,524માં પેટા ચૂંટણી યોજાઈ હતી. સામાન્ય ચૂંટણીમાંથી 751 પંચાયતો સમરસ જાહેર થઈ હતી. બાકી રહેલી 3,541માંથી 272 પંચાયતોમાં કે તો ઉમેદવારી ન ભરાતા કે બિનહરીફ ઉમેદવારો હોવાથી ચૂંટણી યોજાઈ ન હતી. બીજી તરફ, પેટા ચૂંટણી માટે પણ 3,524 પૈકી માત્ર 353 પંચાયતોમાં જ મતદાન થયું હતું, જ્યારે 3,171 પંચાયતોમાં ઉમેદવારી ન હોવાથી ચૂંટણી જરૂરી ન રહી.

કુલ 239 મતગણતરી કેન્દ્રો

રાજ્યભરમાં કુલ 239 મતગણતરી કેન્દ્રો પર 1,080 હોલમાં મતગણતરી હાથ ધરવામાં આવી છે. આ માટે 2,771 ટેબલનો ઉપયોગ કરાયો છે. મતગણતરી પ્રક્રિયામાં 13,444 કર્મચારીઓ સાથે 14,231 પોલીસ કર્મીઓ તૈનાત કરાયા છે, તેમજ 3,431 વર્ગ-4ના કર્મચારીઓ પણ ફરજ પર છે. સમગ્ર પ્રક્રિયા CCTV કેમેરાની દેખરેખ હેઠળ થઈ રહી છે જેથી શાંતિપૂર્ણ અને પારદર્શક ગણતરી સુનિશ્ચિત થઈ શકે.

gondal-taluko

મહેસાણા પઢારીયા ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ

મહેસાણા જિલ્લાના પઢારીયા ગામની ચૂંટણી ખાસ ધ્યાન ખેંચનાર રહી હતી. અહીં સરપંચ પદ માટે બે ઉમેદવારો વચ્ચે તીખી સ્પર્ધા જોવા મળી. રતનસિંહ ચાવડા માત્ર 1 મતના અંતરે વિજયી જાહેર થયા. આ વિજય પછી રતનસિંહે પોતાના સમર્થકો અને સમગ્ર ગામના લોકોનો આભાર માન્યો. તેમણે ખાસ કરીને રાજપૂત ભાઈઓનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે દરેક સમાજના સહકારથી જ આ સફળતા મળેલી છે. તેમની જીતને લઈને ગામમાં મોટી ઉજવણી થઈ રહી છે અને લોકોમાં ભારે આનંદ જોવા મળ્યો.

app promo4

આ પણ વાંચો : 10 વર્ષથી ગીર ગઢડાના આ ગામમાં રાજ કરતી વેવાણને વેવાણે જ આપ્યો કારમો પરાજય, હારેલા ઉમેદવાર ગે.હા.

ગોંડલ તાલુકામાં ચૂંટણી રસપ્રદ

આ ઉપરાંત ગોંડલ તાલુકાના પાટખીલોરી ગામની પણ ચૂંટણી રસપ્રદ રહી. અહીં 1થી 8 વોર્ડ માટે મતદાન થયું જેમાં કુલ 1,029 મત પડ્યા હતા. સરપંચ પદ માટે વસંતબેન પ્રવીણભાઈ સોલંકી અને સરોજબેન યોગેશભાઈ ચૌહાણ વચ્ચે કાંટેની ટક્કર રહી. વસંતબેનને 482 અને સરોજબેનને 480 મત મળ્યા, જેના પરિણામે વસંતબેન ફક્ત 2 મતના ફરકથી વિજયી જાહેર થઈ. સંપૂર્ણ રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

panchayat election results Gujarat rural elections Gujarat gram panchayat
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ