ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતને મળ્યા નવા ઈન્ચાર્જ DGP, ડૉ. કે.એલ.એન.રાવને સોંપાઇ જવાબદારી
Last Updated: 08:43 PM, 31 December 2025
ADVERTISEMENT
ગુજરાતના પૂર્વ ડીજીપી વિકાસ સહાય આજે સેવા નિવૃત થયા છે. ગુજરાતના ડીજીપી તરીકે અનેક નામો ચર્ચામાં આવ્યા હતા. સરકાર દ્વારા ઈન્ચાર્જ ડો. કે.એલ.એન.રાવને જવાબદારી સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
છેલ્લા ઘણા સમયથી ગુજરાતના નવા ઈન્ચાર્જ ડીજીપી તરીકે ડો.કે.એલ.એન. રાવનું નામ જાહેર કરાયું છે. ગુજરાતના હાલના ડીજીપી વિકાસ સહાય 6 મહિના પહેલા જ નિવૃત થવાના હતા. વિકાસ સહાયને 31 ડિસેમ્બર સુધીનુ એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. જે આજે પુરૂ થઈ ગયું છે.

ADVERTISEMENT
રાજ્યના પોલીસવડા તરીકે વિકાસ સહાયનો કાર્યકાળ પૂર્ણ થતા હવે કાયમી ડીજીપી નહી પરંતું ઈન્ચાર્જ ડીજીપી તરીકે ડો. કે.એલ.એન. રાવની નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના ડીજીપી તરીકે કોની નિમણૂંક કરવી જેને લઈ સરકાર પર અસમંજસ પરિસ્થિતિમાં મુકાયેલ હતી. પરંતું આજે રાજ્યના ઈન્ચાર્જ ડીજીપી તરીકે ડો.કે.એલ.એન. રાવની નિમણૂંક કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ પ્રદેશ ભાજપે મહામંત્રીઓને સોંપી ઝોન વાઇસ જવાબદારી, કોને કયો ઝોન સોંપાયો
ADVERTISEMENT
ગુજરાતના ડીજીપી તરીકે અનેક સિનિયર આઈપીએસ અધિકારીઓના નામ ચર્ચામાં હતા. જેમાં અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ.મલિકનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું. સરકાર દ્વારા કાયમી ડીજીપી તરીકે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. વિકાસ સહાયના નિવૃતિ બાદ ઈન્ચાર્જ ડીજીપીની નિમણૂંક કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આઈપીએસ અધિકારીઓમાં મોસ્ટ સિનિયર આઈપીએસ અધિકારી તરીકે ડો.કે.એલ.એન.રાવની ઈન્ચાર્જ ડીજીપી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.