બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ડેટા સેન્ટરના બહાને લોકોની કમાણી હડપ કરી 'ઉત્પલ' ગાયબ, ગિફ્ટ સિટીમાં છેતરપિંડી

ગાંધીનગર / ડેટા સેન્ટરના બહાને લોકોની કમાણી હડપ કરી 'ઉત્પલ' ગાયબ, ગિફ્ટ સિટીમાં છેતરપિંડી

Published By: Priykant Shrimali

Last Updated: 02:53 PM, 7 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar GIFT City : ગિફ્ટ સિટીમાં ડિજિટલ રોકાણના નામે કરોડોનું કૌભાંડ! ડેટા સેન્ટરની લાલચ આપી હજારો રોકાણકારો સાથે છેતરપિંડીનો આક્ષેપ

Gandhinagar GIFT City : ગાંધીનગર સ્થિત GIFT City સાથે જોડાયેલ એક મોટું આર્થિક કૌભાંડ સામે આવતા રાજ્યભરમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ ડેટા સેન્ટરમાં રોકાણ કરાવવાના નામે હજારો લોકોને ઊંચા વળતરની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો થયા છે. સમગ્ર મામલામાં Shoot Space Digital Private Limited નામની કંપની અને તેના ડિરેક્ટર ઉત્પલ પટેલનું નામ ચર્ચામાં આવ્યું છે.

શું છે સમગ્ર મામલો ?

વિગતો મુજબ કંપનીએ ગિફ્ટ સિટીમાં ભવ્ય ઓફિસ શરૂ કરીને લોકોને ડેટા સેન્ટર બિઝનેસમાં રોકાણ કરવાની ઓફર આપી હતી. રોકાણકારોને કહેવામાં આવતું હતું કે તેઓ ટેરાબાઇટ (TB) પ્રમાણે ડિજિટલ સ્ટોરેજ ખરીદે અને કંપની આ સ્ટોરેજ મોટી કંપનીઓને ભાડે આપશે. તેના બદલામાં દર મહિને નિશ્ચિત આવક આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવતી હતી.

આ સ્કીમ મુજબ, એક ટેરાબાઇટ માટે આશરે 38 હજારથી વધુ રકમ લેવામાં આવતી હતી અને તેના બદલામાં રોકાણકારોને દર મહિને ભાડા તરીકે રૂપિયા આપવામાં આવતા હતા. શરૂઆતમાં ઘણા લોકોને નિયમિત રિટર્ન મળતાં વિશ્વાસ વધ્યો અને લોકો મોટા પ્રમાણમાં રોકાણ કરવા લાગ્યા. કેટલાક લોકોએ તો ઘર ઉપર લોન લઈને પણ લાખો-કરોડો રૂપિયા રોકી દીધા હોવાના દાવા થયા છે.

શું કહી રહ્યા છે રોકાણકારો ?

રોકાણકારોના જણાવ્યા અનુસાર, રોકાણ વધે તેમ આવક પણ વધારવાની વાત કરીને લોકોને આકર્ષવામાં આવતા હતા. મલ્ટી લેવલ માર્કેટિંગ જેવી વ્યવસ્થા ઉભી કરીને નવા રોકાણકારો લાવનારાઓને મોંઘી ગાડીઓ, ગેજેટ્સ અને વિદેશ પ્રવાસ જેવી લાલચ પણ આપવામાં આવતી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી રોકાણકારોને ચૂકવણી બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ જ્યારે લોકો ગિફ્ટ સિટીની ઓફિસે પહોંચ્યા ત્યારે ઓફિસ બંધ હાલતમાં જોવા મળી હતી. કંપનીના ડિરેક્ટર ઉત્પલ પટેલ પણ છેલ્લા ઘણા દિવસોથી જાહેરમાં દેખાયા નથી. પ્રાથમિક માહિતી મુજબ તેઓ વિદેશ ભાગી ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

છેતરપિંડીના ભોગ બનેલાએ શું કહ્યું?

અમે શરૂઆતમાં ખૂબ ઓછું રોકાણ કર્યું હતું, દર મહિને ભાડું મળી જતું હોવાથી અમને વિશ્વાસ બેઠો. આ સાથે વધુ ભાડું મળતા મેં ઘરના કાગળ પર લોન લઈને દોઢ કરોડનું રોકાણ કર્યું. દોઢ કરોડનું રોકાણ કર્યા પછી મારા રૂપિયા ફસાઇ ગયા, મારી પાસે લોનના હપ્તા ભરવાના પૈસા નથી. કંપનીના ડિરેક્ટર 15 દિવસથી ઓફિસે ફરક્યા નથી. ફોન પર એટલું જ કહે છે કે, મારા એકાઉન્ટ ફ્રિઝ થઈ ગયા. આ સાથે નવો ડેટા સેન્ટર બનાવવા માટે પ્રાંતિજ પાસે જમીન લીધી હોવાનું કહી અમને છેતર્યા છે.

રોકાણકારોને કેટલા રૂપિયા મળતા હતા?

  • 1 ટેરાબાઈટના રોકાણમાં 1 હજાર 650 રૂપિયાની આવક થતી હતી
  • 4 ટેરાબાઈટના રોકાણમાં 6 હજાર 600ની આવક થતી હતી
  • 10 ટેરાબાઈટના રોકાણમાં 16 હજાર 500ની આવક થતી હતી
  • 20 ટેરાબાઈટના રોકાણમાં 32 હજારની આવક થતી હતી
  • 40 ટેરાબાઈટના રોકાણમાં 72 હજાર 600ની આવક થતી હતી
  • 80 ટેરાબાઈટના રોકાણમાં 1 લાખ 45 હજાર 200ની આવક થતી હતી

રોકાણકારો કેટલું રોકાણ કરી શકતા હતા?

  • 1 ટેરાબાઈટમાં 38 હજાર 940 રૂપિયાનું રોકાણ થતું હતું
  • 4 ટેરાબાઈટમાં 1 લાખ 55 હજાર 760નું રોકાણ થતું હતું
  • 10 ટેરાબાઈટમાં 3 લાખ 89 હજાર 400નું રોકાણ થતું હતું
  • 20 ટેરાબાઈટમાં 7 લાખ 88 હજારનું રોકાણ થતું હતું
  • 40 ટેરાબાઈટમાં 15 લાખ 57 હજાર 600 રોકાણ થતું હતું
  • 80 ટેરાબાઈટમાં 31 લાખ 15 હજાર 200નું રોકાણ થતું હતું

આ પણ વાંચો : વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં શરૂ થશે હીટવેવનો રાઉન્ડ, વાંચો આગાહી

આ સમગ્ર મામલે અનેક રોકાણકારોએ ગાંધીનગર પોલીસમાં અરજી આપી છે. ફરિયાદીઓનો દાવો છે કે હજારો લોકોના કરોડો રૂપિયા આ સ્કીમમાં ફસાયા છે. કેટલાક રોકાણકારો આર્થિક રીતે તૂટી પડ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ડેટા સેન્ટર જેવી ટેક્નોલોજી આધારિત વ્યવસ્થા વિશે સામાન્ય લોકોને ઓછી સમજ હોવાને કારણે આરોપીઓએ આ મોડેલનો લાભ લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shoot Space Digital Private Limited GIFT City Gandhinagar GIFT City

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ