બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / 'સલીમ સુરેશ બનીને દીકરી ફસાવશે તો છોડાશે નહીં', લગ્ન નોંધણી નિયમોમાં ફેરફારનું હર્ષ સંઘવીનું એલાન
Last Updated: 12:20 PM, 20 February 2026
Gujarat Marriages Rules : ગુજરાતમાં લગ્ન નોંધણીની પ્રક્રિયાને વધુ પારદર્શક અને વ્યવસ્થિત બનાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન સરકારે જાહેરાત કરી કે ‘ગુજરાત Registration of Marriages Rules’ હેઠળ કેટલાક નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી છે. સરકારનું કહેવું છે કે, લગ્ન નોંધણી પ્રક્રિયામાં કેટલીક તકલીફો અને ગેરસમજો અંગે વિવિધ રજૂઆતો મળી હતી. આ રજૂઆતોને ધ્યાનમાં રાખીને નિયમોમાં સુધારા લાવવા વિચારણા કરવામાં આવી છે. નવા પ્રસ્તાવિત નિયમો અંગે જાહેરમાંથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવશે. પ્રાપ્ત થયેલા અભિપ્રાયો પર ચર્ચા કર્યા પછી જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
ADVERTISEMENT
શું કહ્યુ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ?
ADVERTISEMENT
આ મુદ્દે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, સરકારને પ્રેમ સંબંધોથી કોઈ વાંધો નથી. પરંતુ કોઈ વ્યક્તિ ખોટી ઓળખ આપી કે ભ્રમ ફેલાવીને દીકરીઓને ફસાવવાનો પ્રયાસ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમના નિવેદન પછી આ મુદ્દે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા તેજ બની છે.
ADVERTISEMENT
શું બદલાઈ શકે?
સરકારનો હેતુ લગ્ન નોંધણી પ્રક્રિયાને વધુ સુગમ, પારદર્શક અને કાનૂની રીતે મજબૂત બનાવવાનો છે. જો નવા નિયમો અમલમાં આવશે, તો નોંધણી દરમિયાન ઓળખ, દસ્તાવેજીકરણ અને ચકાસણી પ્રક્રિયામાં વધુ સ્પષ્ટતા આવી શકે છે. હાલ માટે સરકાર જનમત મેળવવા તરફ આગળ વધી છે. જાહેરમાંથી મળનારા સૂચનોના આધારે અંતિમ નિયમો નક્કી થશે, જે પછી અમલમાં આવશે.
ADVERTISEMENT
રાજ્યમાં સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિ...
— Gujarat Information (@InfoGujarat) February 20, 2026
લગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારો અને બે સાક્ષીઓની સહીથી રજૂ કરવાની રહેશે. અરજી કાયદેસર રીતે નોટરાઈઝ કરીને રજૂ કરવાની રહેશે અને તેમની સાથે બંને પક્ષ દ્વારા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા ઓળખના પુરાવા જેવા કે ડ્રાઈવિંગ… pic.twitter.com/KpTiFyNoJP

ADVERTISEMENT
વિધાનસભામાં અન્ય મુદ્દાઓ પણ ચર્ચામાં
ADVERTISEMENT
સત્ર દરમિયાન કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ જેવા અનેક મહત્વના વિભાગોના પ્રશ્નો લેવામાં આવ્યા. ઉપરાંત, ગ્રામ પંચાયતોના વાર્ષિક અહેવાલો, Gujarat Metro Rail Corporation તથા Gujarat State Fertilizers and Chemicals Limitedના હિસાબ અને ઓડિટ અહેવાલો પણ ગૃહ સમક્ષ મુકવાના છે. કામકાજ સલાહકાર સમિતિમાં લેવાયેલા નિર્ણયોની માહિતી પણ અધ્યક્ષ દ્વારા આપવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.