બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મહત્વની બેઠક, વરસાદ, વાવેતર અને શિક્ષણ વિષયક મુદ્દાઓ પર સમીક્ષા

Gujarat / CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મહત્વની બેઠક, વરસાદ, વાવેતર અને શિક્ષણ વિષયક મુદ્દાઓ પર સમીક્ષા

Published By: Nidhi Panchal

Last Updated: 06:58 AM, 2 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રિમંડળની મહત્વપૂર્ણ બેઠક મળવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં વરસાદ, વાવેતર અને શિક્ષણ મુદ્દે વિસ્તૃત ચર્ચા થવાની છે.

આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રિમંડળની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં રાજ્યમાં વરસાદની હાલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને તેની અસર ખેતીકાર્ય પર પણ પડી રહી છે. કૃષિ વિભાગ તરફથી રાજ્યમાં વાવેતરની સ્થિતિ અને ખેડૂતોના પ્રશ્નો અંગે વિગતવાર પ્રસ્તુતિ આપવામાં આવશે.

CM-2

આ બેઠકમાં અનેક પ્રશ્નો પર ચર્ચા થશે

આ બેઠકમાં શાળા પ્રવેશોત્સવને લઈને પણ ચર્ચા થશે. રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં પ્રવેશોત્સવ દરમિયાન મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓએ જે અનુભવ્યા અને જોયા તે વિગતો કેબિનેટ સમક્ષ રજૂ કરાશે. શિક્ષણ વિભાગ પણ પ્રવેશોત્સવના સંદર્ભે પ્રાપ્ત થયેલા માહિતી અને નિર્ણય માટેના મુદ્દાઓ વિશે માહિતી આપશે. આ બેઠકથી આગામી ખેતી અને શિક્ષણ સંબંધિત નીતિ-નિર્ણયો અંગે માર્ગદર્શન મળશે તેવી અપેક્ષા છે.

Rain-Forecast-05

ખેતી સંબંધિત ચર્ચા

મહત્વપૂર્ણ છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વાતને ધ્યાનમાં લેતા, ખેતી સંબંધિત કામગીરી અને પાણીના સંગ્રહ અંગે પણ કેબિનેટમાં ચર્ચા થવાની શક્યતા છે. વાવેતરની હાલની સ્થિતિ, ક્યાં વિસ્તારમાં કેટલું વાવેતર થયું છે અને ક્યાં હજુ પણ વરસાદની રાહ જોવામાં આવી રહી છે – તે અંગે કૃષિ વિભાગ સંપૂર્ણ માહિતી આપશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે શક્ય સહાય અને માર્ગદર્શનની જાહેરાત પણ થઈ શકે છે.

app promo5

આ પણ વાંચો : ગુજરાતમાં આગલા સપ્તાહ સુધી ભારે વરસાદની શકયતા, હવામાન વિભાગે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો

બીજી તરફ, શાળા પ્રવેશોત્સવ અંતર્ગત જે મંત્રીઓ અને અધિકારીઓએ વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી, તેઓએ ગ્રાઉન્ડ લેવલ પર જે અનુભવ કર્યા અને જે મુદ્દાઓનો સામનો કર્યો તેની સમીક્ષા પણ બેઠકમાં થશે. આથી શિક્ષણક્ષેત્રે સુધારણા માટેના પગલાં અંગે ચર્ચા થવાની શક્યતા છે. રાજ્ય સરકારે શૈક્ષણિક સુધારણાને માટે આગામી નીતિઓ બનાવવાનું આયોજન કરી શકે છે. આ બેઠક રાજ્યના ખેડૂત અને વિદ્યાર્થી બંને માટે મહત્વપૂર્ણ બની રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhupendra Patel Gujarat cabinet meeting rain review Gujarat

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ