બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / MLA ક્વાર્ટરમાં ધારાસભ્યના ઘરમાંથી છોકરો-છોકરી વાંધાજનક હાલતમાં ઝડપાયાં, કોણ હતા? મોટો ઘટસ્ફોટ
Last Updated: 12:00 PM, 30 October 2025
ગાંધીનગર સ્થિત MLA ક્વાર્ટરમાં એક અજીબ ઘટના સામે આવી છે. એક ધારાસભ્યના ઘરમાંથી છોકરો-છોકરી વાંધાજનક હાલતમાં ઝડપાતાં રાજકીય વર્તૂળોમાં ચર્ચા જાગી હતી. ખાનગી માહિતી મળ્યાં બાદ પોલીસે તાબડતોબ ત્યાં પહોંચીને કપલની અટકાયત કરી હતી અને પૂછપરછ કરી હતી અને તેઓ કોણ હતા અને કેવી રીતે ધારાસભ્યના ઘરમાં આવ્યાં તેનો ખુલાસો કરી દીધો હતો.
ADVERTISEMENT
અજાણ્યા શખ્સે ફોન કરીને પોલીસને જાણકારી આપી
હકીકતમાં સેક્ટર-21 પોલીસ સ્ટેશનના PI રેખા સિસોદિયા અને તેમની ટીમને કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને જાણ કરી હતી કે એક ધારાસભ્યના આવાસમાં એક કપલ રોકાયેલું છે. પોલીસે તપાસ કરતાં આ કપલ વાંસદાના (નવસારી) કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલના ઘરમાં રોકાયેલું હોવાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT
કોણ છે કપલ
તપાસમાં પોલીસને એવું જાણવા મળ્યું કે આ કપલ એકબીજાનું પરિચિત છે, છોકરી કોલેજમાં અભ્યાસ કરે છે તો છોકરો ખાનગી કંપનીમાં નોકરી કરે છે જોકે પોલીસે કોઈ ગુનો નોંધ્યો નથી કારણ કે બન્ને સગીર છે.
ADVERTISEMENT
ધારાસભ્ય અનંત પટેલના ઘેર કેવી રીતે આવ્યું કપલ?
આ કપલ ધારાસભ્ય અનંત પટેલના પીઆઈના ઓળખીતા હોવાથી તેઓ ક્વાર્ટરમાં આવ્યાં હતા. પોલીસ દ્વારા બંનેના પરિવારજનોને માહિતી આપવામાં આવી હતી, અને તેઓ પણ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે પૂછપરછ બાદ કંઈ વાંધાજનક ન જણાતાં બન્નેને છોડી મૂકાયા હતા.
ADVERTISEMENT
આવા કિસ્સામાં શું ગણવું?
ADVERTISEMENT
રાજકીય વર્તૂળમાં આ કિસ્સાની ખૂબ ચર્ચા ચાલી હતી. કેટલાક ધારાસભ્યો અંગતપણે એવું માની રહ્યાં છે કે આ કપલ એકબીજાના પ્રેમમાં હતું અને રાત વિતાવવા ધારાસભ્યના ઘરમાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.