બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટના નવાગામે બાઈક સવાર પર કાર ચાલકનો ઘાતક હુમલો, વીડિયો જોઇ કંપારી છૂટી જશે
Last Updated: 02:34 PM, 14 July 2025
રાજકોટ શહેરમાં એક એવી ઘટના બની છે જે જોઈને કોઈ પણ એ કહે કે “રામ રાખે તેને કોણ ચાખે.” નવાગામ વિસ્તારમાં રહેતા એક યુવક પર જીવલેણ હુમલો થયો હોવા છતાં તે ચમત્કારિક રીતે બચી ગયો છે. સમગ્ર ઘટનામાં અસામાજિક તત્વોની બેફામ હરકતો સામે આવી છે અને તેને લઈને વિસ્તારમાં તણાવનો માહોલ પણ સર્જાયો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ઘટના ગભરૂ શાસકીયા નામના યુવક સાથે ઘટી છે. ઘટના સમયે તેનો ભાઈ પણ હાજર હતો. મળતી માહિતી પ્રમાણે, નરેશ ઠાકોર નામના શખ્સે પોતાની પીકપ બોલેરો કારથી બાઇક સવાર યુવક સાથે અથડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ કડવા સંબંધોની પાછળનું કારણ માત્ર એટલું હતું કે અગાઉ ગાડી ભટકાવાને લઈ ઝઘડો થયો હતો. ગભરૂના ભાઈ સાથે નરેશ ઠાકોરની બોલેરો અથડાઈ ગઈ હતી અને આ અથડામણનો ખાર રાખી હુમલાની યોજના બનાવી હતી.
ADVERTISEMENT
હુમલાની ઘટના સરળ ન હતી. બે વખત બોલેરો કાર બાઇક પર ચઢાવી દેવાનો પ્રયાસ થયો હતો, જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કેવી રીતે શખ્સે ગભરૂ શાસકીયા પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાથી સ્પષ્ટ થાય છે કે આ માત્ર અકસ્માત નહોતો પણ એ એક સમજી વિચારીને કરનાર હુમલો હતો.
રાજકોટ: નવાગામ વિસ્તારમાં કાર અથડાવવા મુદ્દે બાઈક ચાલક પર હુમલો, ચઢાવી કાર#Rajkot #accident #gujaratinews #vtvdigital pic.twitter.com/raRkj0mGRy
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 14, 2025
ADVERTISEMENT
ગભરૂ શાસકીયાએ જણાવ્યું કે તેણે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી છે અને હાલમાં તપાસ ચાલુ છે. પોલીસ પણ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તૈયારીમાં છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : નદીઓ બે કાંઠે, ગામડા સંપર્ક વિહોણા, ડેમ ઓવરફ્લો, હજુય આ જિલ્લાઓમાં યલો એલર્ટ
ADVERTISEMENT
આ ઘટના સમાજ માટે ચિંતાજનક છે કારણ કે સામાન્ય વાહન ભટકાવાની ઘટના પર જો આવા જીવલેણ હુમલા થાય તો શહેરની શાંતિ માટે જોખમ ઊભું થાય. લોકોમાં ભયનો માહોલ ઊભો ન થાય તે માટે પોલીસે તત્પરતા દાખવીને કાયદો અને વ્યવસ્થા જાળવવી અનિવાર્ય છે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.