બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : હર્ષ સંઘવીને દિવાળી બોનસ, પ્રમોશન સાથે બન્યા રાજ્યના સૌથી યુવા DYCM
Gujarat Cabinet Expansion : ગુજરાતમાં હર્ષ સંઘવીને ભૂપેન્દ્ર સરકાર 2.0માં મોટી જવાબદારી મળી છે. હવે પ્રમોશન સાથે ગુજરાતના ડેપ્યુટી સીએમ બની ગયા છે. ગુજરાતમાં ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા ચર્ચામાં હતી, જે હવે ફાઈનલ થઈ ગઈ છે.
ADVERTISEMENT
હર્ષ સંઘવીને સૌપ્રથમ શપથ લીધી છે. તેમને ગુજરાતના DYCM બનાવાયા છે. તેઓ ગુજરાતના સૌથી યુવા DYCM છે. હર્ષ સંઘવી મજૂરા બેઠક પરથી 3 ટર્મથી મજૂરાથી ધારાસભ્ય છે. અગાઉ રાજ્યના ગૃહમંત્રી તરીકે અસરકારક કામગીરી કરી છે. 27 વર્ષની વયે પહેલીવાર ચૂંટણીમાં જીત મેળવી હતી. PM મોદીની ગુડબુકમાં સ્થાન ધરાવે છે.
ADVERTISEMENT
બિગ બ્રેકિંગ: હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે લીધા શપથ#harshsanghvi #GujaratPolitics #BJPMeeting #CabinetExpansion #PMModi #BhupendraPatel #narendramodi #amitshah #JagdishVishwakarma #BJPGujarat #PoliticalUpdate #NewCabinet #DelhiMeeting #ModiGovernment #GujaratNews… pic.twitter.com/gy0HeDIqWV
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 17, 2025
ADVERTISEMENT
હર્ષ સંઘવી રાજ્યના સૌથી નાની વયના નાયબ મુખ્યપ્રધાન બની ગયા છે. તેઓ 3 ટર્મથી સુરતની મજૂરા બેઠકથી ધારાસભ્ય છે. ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે પણ કામગીરી કરી છે. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી તરીકે પણ પદ સંભાળ્યું છે. આ ઉપરાંત રમત ગમત, વાહન વ્યવહાર સહિતના ખાતાને સંભાળ્યા છે.
ADVERTISEMENT
હર્ષ સંઘવી 2008માં યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી રહ્યા હતા. તેમજ 2011માં યુવા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખની જવાબદારી નિભાવી હતી. 2013માં રાષ્ટ્રીય યુવા મોરચાના મહામંત્રી બન્યા હતા. 2014માં યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહ્યા અને 2012માં માત્ર 27 વર્ષની ઉંમરે મજૂરાથી ધારાસભ્ય બન્યા હતા. તેમજ સતત 3 ટર્મથી જંગી બહુમતી સાથે જીતતા રહ્યાં છે.
ADVERTISEMENT
ગુજરાતના નવા મંત્રીમંડળમાં 8 OBC, 7 પાટીદાર, ચાર ST, ત્રણ SC, બે ક્ષત્રિય તેમજ અન્ય એક જૈન તેમજ એક બ્રાહ્મણનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઝોન વાઈઝ વાત કરીએ તો સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 9, મધ્ય ગુજરાતમાંથી 7, દક્ષિણ ગુજરાતમાંથી 6 તેમજ ઉત્તર ગુજરાતમાંથી 4 ધારાસભ્યોને દિવાળી પહેલા જ ગૂડ ન્યૂઝ મળી ગયા છે. નોંધનીય છે કે, નવા મંત્રીમંડળમાં કોંગ્રેસમાંથી આવેલા એક નેતાને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ભાજપ સરકાર હંમેશા મહિલા સશક્તિકરણનો મુદ્દો ઉઠાવતી આવી છે, ત્યારે નવા મંત્રીમંડળમાં આ દ્રષ્ટિકોણ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ વખતે 3 મહિલાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, જે ભાજપના 'સમાન પ્રતિનિધિત્વ'ના સંદેશને વધુ મજબૂત બનાવે છે.
રાઘવજી પટેલ, બલવંતસિંહ રાજપૂત, મુળુભાઈ બેરા, કુબેર ડિંડોર, ભાનુબેન બાબરિયા, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર, કુંવરજી હળપતિ (જગદીશભાઈ પંચાલ (વિશ્વકર્મા)ને ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે સ્થાન મળતા મંત્રી પદ છોડ્યું
વધુ વાંચો : LIVE: હર્ષ સંઘવી Dy. CM, ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની શપથવિધિના શ્રીગણેશ
સાંજે 4 કલાકે કેબિનેટ બેઠકનું આયોજન, ગાંધીનગરના મહાત્મા મંદિરમાં નવા મંત્રીઓના શપથ સમારોહનું આયોજન, 25 ધારાસભ્યો મંત્રી બને તેવી શક્યતા, ધનતેરસના દિવસે શુભ મુહૂર્તમાં મંત્રીઓ સંભાળશે ચાર્જ, અમુક મંત્રી દિવાળી પછી સાતમના દિવસે ચાર્જ સંભાળે તેવી શક્યતા
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.