ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રીવાબા જાડેજાને નવા મંત્રીમંડળમાં સ્થાન, મંત્રી પદ માટે આવ્યો ફોન
ADVERTISEMENT
Gujarat Cabinet Expansion : ગુજરાતમાં આખરે એ ઘડી આવી ગઈ છે, નવા મંત્રીમંડળનું વિસ્તરણને લઈને એક પછી એક ધારાસભ્યોને ફોન કરવામાં આવી રહ્યા છે. કેટલાક મંત્રીઓ રિપીટ થયા છે તો કેટલાક નવા નામ પણ સામે આવી રહ્યા છે, નવા નામમાં રીવાબા જાડેજા સૌથી વધારે ચર્ચાસ્પદ નામ હતું તેને પણ શપથવિધિ માટે ફોન આવી ગયો છે.
ADVERTISEMENT
રીવાબા જાડેજા ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને ગુજરાતમાં સક્રિય નેતા છે. રીવાબાએ 2022માં ભાજપના ઉમેદવાર તરીકે ઉત્તર જામનગર બેઠક જીતી હતી અને ધારાસભ્ય બન્યા હતા. મહિલા સશક્તિકરણના મુદ્દાઓ પર પોતાના મુદ્દાઓ વ્યક્ત કરવા માટે પણ તેઓ જાણીતા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
5 સપ્ટેમ્બર 1990ના રોજ જન્મેલા રીવાબા મૂળ રાજકોટના છે. તેમણે આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ રાજકોટમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેના પિતા હરદેવસિંહ સોલંકી ઉદ્યોગપતિ છે અને તે લાંબા સમયથી સામાજિક કાર્યો સાથે સંકળાયેલા છે.
બિગ બ્રેકિંગ: જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજાને મંત્રી પદ માટે આવ્યો ફોન#Rivabajadeja #GujaratPolitics #BJPMeeting #CabinetExpansion #PMModi #BhupendraPatel #narendramodi #amitshah #JagdishVishwakarma #BJPGujarat #PoliticalUpdate #VTVDigital pic.twitter.com/xReV6V8rRC
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 17, 2025
ADVERTISEMENT
વધુ વાંચો : નવા મંત્રીમંડળનું વિસ્તરણ શરુ, આ મંત્રીઓ યથાવત રહ્યા, જુઓ લિસ્ટ
ADVERTISEMENT
રીવાબા વર્ષ 2019માં ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. ત્યારથી તે ભાજપના તમામ કાર્યક્રમોનો હિસ્સો છે. રીવાબાને નાનપણથી જ રાજકારણનું વાતાવરણ મળ્યું છે કારણ કે તેમના કાકા હરિસિંહ સોલંકી કોંગ્રેસના નેતા રહી ચૂક્યા છે. જો કે તેઓ કોંગ્રેસને પસંદ ન કરીને ભાજપમાં જોડાયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT