બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવા મંત્રીમંડળમાં વધ્યો સૌરાષ્ટ્રનો દબદબો, આઠ ધારાસભ્યો બન્યા મંત્રી, જુઓ લિસ્ટ
Gujarat cabinet expansion : ગુજરાત સરકારના નવા મંત્રીમંડળનું ચિત્ર ધીરે ધીરે સપષ્ટ થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 20 ધારાસભ્યોને ફોન આવ્યા છે, જેમાંથી છ મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે 20 નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. આ વખતે પણ મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
સૌરાષ્ટ્રમાંથી આ ધારાસભ્યો બન્યા મંત્રી
ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્ર હંમૈશા એપિસેન્ટર રહ્યું છે. સૌરાષ્ટ્રમાંથી જે ધારાસભ્યોને ફોન આવ્યો છે તેમાં પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, અર્જુન મોઢવાડિયા, જીતુ વાઘાણી , કૌશિક વેકરિયા , કાંતિ અમૃતિયા , રીવાબા જાડેજા , પ્રદ્યુમન વાજાનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સૌરાષ્ટ્રમાંથી જ્ઞાતિ આધારિત સમીકરણની વાત કરીએ તો ત્રણ ઓબીસી બે લેઉવા પટેલ એક કડવા પટેલ તેમજ એક ક્ષત્રિય સમાજ તેમજ એક દલિત સમાજમાથી સ્થાન આપવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે નવા મંત્રીમંડળની શપથવિધિ થોડીવારમાં શરુ થશે.
સૌથી પહેલા જુઓ નવા મંત્રીમંડળનું કન્ફર્મ લિસ્ટ#GujaratAssembly #BJPGujarat #JayeshRadadiya #GujaratPolitics #BJPHighCommand #PoliticalReshuffle #GujaratGovernment #MinisterChanges #oathceremony #narendramodi #amitshah #jayeshradadiya #reevaba #rivabajadeja #jituvaghani… pic.twitter.com/U0a1XddZ5A
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 17, 2025
ADVERTISEMENT
અગાઉ 2022ની વિધાનસભા ચૂંટણી પછી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં સૌરાષ્ટ્રના પાંચ નેતાઓને સ્થાન આપવામાં આવ્યું હતું. જેમાં રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, મૂળુ બેરા અને ભાનુબેન બાબરિયા કેબિનેટ મંત્રી હતા. આ ઉપરાંત પરશોત્તમ સોલંકીને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો : LIVE: ગુજરાતના નવનિયુક્ત મંત્રીઓનું ફાઇનલ લિસ્ટ પહેલવહેલું VTV પર, વધ્યું સૌરાષ્ટ્રનું વજન
ADVERTISEMENT
સાંજે 4 કલાકે કેબિનેટ બેઠકનું આયોજન, ગાંધીનગરના મહાત્મા મંદિરમાં નવા મંત્રીઓના શપથ સમારોહનું આયોજન, 25 ધારાસભ્યો મંત્રી બને તેવી શક્યતા, ધનતેરસના દિવસે શુભ મુહૂર્તમાં મંત્રીઓ સંભાળશે ચાર્જ, અમુક મંત્રી દિવાળી પછી સાતમના દિવસે ચાર્જ સંભાળે તેવી શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.