ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મધ્ય ગુજરાતમાંથી બે મહિલા, તો ઉત્તર-દક્ષિણમાંથી ST-OBCનું પ્રભુત્વ, જુઓ યાદી
ADVERTISEMENT
Gujarat Cabinet Expansion: ગુજરાતમાં નવા મંત્રીમંડળની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. મંત્રીમંડળમાં જે ધારાસભ્યોને સ્થાન મળ્યું છે તે તમામને ફોન આવી ગયા છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે થોડીવારમાં જ નવા મંત્રીઓ શપથ લેશે, ત્યારે સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાંથી પણ ધારાસભ્યોની લોટરી લાગી છે.
ADVERTISEMENT
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 6 જ્યારે ઉત્તર ગુજરાતમાંથી ચાર નામ સામે આવ્યા છે. જો જ્ઞાતિ સમિકરણની વાત કરીએ તો OBC, પાટીદાર અને SC – STનો દબદબો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મધ્ય ગુજરાતમાંથી ની વાત કરવામાં આવે તો મનીષા વકીલ, રમેશ કટારા, કમલેશ પટેલ, દર્શનાબહેન વાઘેલા, સંજયસિંહ મહિડા, રમણ સોલંકીને સ્થાન આપવામાં આવ્યું છે. મધ્ય ઉપરાંત દક્ષિણ ગુજરાતમાંથી પ્રફુલ્લ પાનસેરિયા, કનુ દેસાઇ, હર્ષભાઈ સંઘવી, નરેશ પટેલ, જયરામ ગામિત, ઈશ્વર પટેલનો સમાવેશ થાય છે.
ગુજરાતનું નવું મંત્રીમંડળ જાહેર, 26 ધારાસભ્યોને મળ્યું સ્થાન #GujaratPolitics #BJPMeeting #CabinetExpansion #PMModi #BhupendraPatel #narendramodi #amitshah #JagdishVishwakarma #BJPGujarat #PoliticalUpdate #VTVDigital pic.twitter.com/aD8dOXkVKs
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 17, 2025
ADVERTISEMENT
ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ચાર ધારાસભ્યોની દિવાળી સુધરી ગઈ છે. જેમાં ઋષિકેશ પટેલ, પી.સી.બરંડા, પ્રવિણ માળી, સ્વરૂપજી ઠાકોરનો સમાવેશ થાય છે. ભૂપેન્દ્રભાઈ પટેલની નવી ટીમમાં હવે ત્રણ મહિલાનો સમાવેશ થયો છે તો મંત્રી મંડળમાં ત્રણ SC, ચાર ST, 9 OBC અને 7 પટેલ તેમજ એક ક્ષત્રિય અને એક જૈનને સ્થાન આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
વધુ વાંચો : નવા મંત્રીમંડળમાં વધ્યો સૌરાષ્ટ્રનો દબદબો, આઠ ધારાસભ્યો બન્યા મંત્રી, જુઓ લિસ્ટ
ADVERTISEMENT
નવા મંત્રીઓને મહાત્મા મંદિરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ,ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત પ્રદેશ ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT