ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવા મંત્રીમંડળમાં સૌથી મોટી ઉંમરના મંત્રી 74 વર્ષના, આ મંત્રીએ સૌથી નાની ઉંમરે લીધા શપથ
ADVERTISEMENT
Gujarat cabinet expansion : ગુજરાતમાં આખરે ભૂપેન્દ્ર પટેલની 3.0 સરકાના મંત્રીઓએ શપથગ્રહણ કરી લીધા છે. કેટલાક મંત્રીઓ યથાવત રહ્યા છે, જ્યારે નવા ચહેરાઓને પણ સ્થાન મળ્યું છે.
ADVERTISEMENT
ગુજરાતના નવા મંત્રીમંડળના કૂલ 26 મંત્રીઓએ સ્થાન મળ્યું છે, જેમાંથી 5 કેબિનેટ તેમજ 3 રાજ્યક્ષા (સ્વતંત્ર હવાલો)ના મંત્રીઓએ શપથગ્રહણ કર્યા છે. જો કે બે મંત્રીઓની ચર્ચા ખૂબ થઈ રહી છે, જેમાં સૌથા નાની વયના મંત્રી તેમજ સૌથી મોટી ઉંમરના મંત્રીનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ભૂપેન્દ્ર પટેલ 3.0ની નવી ટીમમાં સૌથી યુવા મંત્રી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા છે, જેમની ઉંમર 34 વર્ષ છે અને તેમણે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે. જો સૌથી મોટી ઉંમરના મંત્રીની વાત કરીએ તો પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ છે, જેમની ઉંમર 74 વર્ષ છે. કનુભાઈ દેસાઈને કેબિનેટ મંત્રી તરીકે રિપીટ કરાયા છે. નોંધનીય છે કે કનુભાઈ નાણામંત્રી રહી ચૂક્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ગુજરાતમાં ભૂપેન્દ્ર સરકાર 3.0ના મંત્રીમંડળની શપથવિધિ થઈ રહી છે, મહાત્મા મંદિર ખાતે રાજ્યપાલ નવા મંત્રીઓને શપથ લેવડાવી રહ્યા છે, જેમાં 9 કેબિનેટ મંત્રી, 3ને રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો), 13 રાજ્યકક્ષાના મંત્રીએ શપથગ્રહણ કર્યા છે.
ADVERTISEMENT
ગુજરાતના નવા મંત્રીમંડળમાં 8 OBC, 7 પાટીદાર, ચાર ST, ત્રણ SC, બે ક્ષત્રિય તેમજ અન્ય એક જૈન તેમજ એક બ્રાહ્મણનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઝોન વાઈઝ વાત કરીએ તો સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 9, મધ્ય ગુજરાતમાંથી 7, દક્ષિણ ગુજરાતમાંથી 6 તેમજ ઉત્તર ગુજરાતમાંથી 4 ધારાસભ્યોને દિવાળી પહેલા જ ગૂડ ન્યૂઝ મળી ગયા છે. નોંધનીય છે કે, નવા મંત્રીમંડળમાં કોંગ્રેસમાંથી આવેલા એક નેતાને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
વધુ વાંચો : Gujarat Cabinet : હર્ષ સંઘવી DYCM સહિત 9 કેબિનેટ મંત્રી, 13 રાજ્યકક્ષાના મંત્રીએ લીધા શપથ
ADVERTISEMENT
ભાજપ સરકાર હંમેશા મહિલા સશક્તિકરણનો મુદ્દો ઉઠાવતી આવી છે, ત્યારે નવા મંત્રીમંડળમાં આ દ્રષ્ટિકોણ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ વખતે 3 મહિલાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, જે ભાજપના 'સમાન પ્રતિનિધિત્વ'ના સંદેશને વધુ મજબૂત બનાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT