ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat Cabinet : હર્ષ સંઘવી DYCM સહિત 9 કેબિનેટ મંત્રી, 13 રાજ્યકક્ષાના મંત્રીએ લીધા શપથ
ADVERTISEMENT
Gujarat cabinet expansion : ગુજરાતમાં ભૂપેન્દ્ર સરકાર 3.0ના મંત્રીમંડળની શપથવિધિ થઈ રહી છે, મહાત્મા મંદિર ખાતે રાજ્યપાલ નવા મંત્રીઓને શપથ લેવડાવી રહ્યા છે, જેમાં 9 કેબિનેટ મંત્રી, 3ને રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો), 13 રાજ્યકક્ષાના મંત્રીએ શપથગ્રહણ કર્યા છે.
ADVERTISEMENT
ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કર્યો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કુલ 25 મંત્રીઓએ શપથ લીધા હતા. નવા મંત્રીમંડળમાં છ જૂના ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફેરફાર 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારી માટે કરવામાં આવ્યો હતો, જેમાં પ્રાદેશિક અને જાતિ સંતુલન પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાતમાં આજે એક મોટા મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. જેની ચર્ચા હતી તે ડેપ્યુટી સીએમ તરીકે હર્ષ સંઘવીને નિયુક્ત કરવામાં આવ્યા છે. વિવિધ ક્ષેત્રોમાંથી કેબિનેટ અને રાજ્યમંત્રીઓની પસંદગી તબક્કાવાર રીતે કરવામાં આવી છે. ભાજપમાં જોડાયા બાદ પૂર્વ કોંગ્રેસના નેતાને પણ મંત્રી પદ આપવામાં આવ્યું છે.

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ત્રિકમ છાંગા
સ્વરૂપજી ઠાકોર
પ્રવીણ માળી
પીસી બરંડા
દર્શના વાઘેલા
કાંતિ અમૃતિયા
રિવાબા જાડેજા
કૌશિક વેકરીયા
પરસોત્તમ સોલંકી
કમલેશ પટેલ
સંજય મહિડા
રમેશ કટારા
જયરામ ગામિત
ગુજરાતના નવા મંત્રીમંડળમાં 8 OBC, 7 પાટીદાર, ચાર ST, ત્રણ SC, બે ક્ષત્રિય તેમજ અન્ય એક જૈન તેમજ એક બ્રાહ્મણનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઝોન વાઈઝ વાત કરીએ તો સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 9, મધ્ય ગુજરાતમાંથી 7, દક્ષિણ ગુજરાતમાંથી 6 તેમજ ઉત્તર ગુજરાતમાંથી 4 ધારાસભ્યોને દિવાળી પહેલા જ ગૂડ ન્યૂઝ મળી ગયા છે. નોંધનીય છે કે, નવા મંત્રીમંડળમાં કોંગ્રેસમાંથી આવેલા એક નેતાને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
વધુ વાંચો : VIDEO : હર્ષ સંઘવીને દિવાળી બોનસ, પ્રમોશન સાથે બન્યા રાજ્યના સૌથી યુવા DYCM
ભાજપ સરકાર હંમેશા મહિલા સશક્તિકરણનો મુદ્દો ઉઠાવતી આવી છે, ત્યારે નવા મંત્રીમંડળમાં આ દ્રષ્ટિકોણ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ વખતે 3 મહિલાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, જે ભાજપના 'સમાન પ્રતિનિધિત્વ'ના સંદેશને વધુ મજબૂત બનાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT