બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / ચૂંટણી 2019 / અન્ય જિલ્લા / Gujarat By Election 2019 Video Viral Election commission inquiry

પેટાચૂંટણી / બાયડમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપતો વીડિયો થયો વાયરલ, ચૂંટણીપંચે તપાસ હાથધરી

Published By: Divyesh

Last Updated: 12:56 PM, 21 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યની વિધાનસભાની 6 બેઠક પરની પેટાચૂંટણીમાં મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં બાયડ બેઠક પર પણ પેટાચૂંટણીને લઇને મતદાન ચાલી રહ્યું છે. ત્યારે આ બેઠકના પેટાચૂંટણીના EVM ના ફોટા વાયરલ થયા છે.

  • બાયડ પેટાચૂંટણીના EVMના ફોટા થયા વાયરલ
  • વીડિયો વાયરલ થતા રાજકારણમાં ગરમાવો
  • ચૂંટણીપંચે વીડિયોને લઈને તપાસ હાથધરી

કોંગ્રેસના ઉમેદવારને મત આપવાનો વીડિયો થયો વાયરલ

બાયડ વિધાનસભા પેટાચૂંટણી પર ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા અને કોંગ્રેસના ઉમેદવાર જશુભાઇ પટેલ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવારને મત આપવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. જો કે આ વીડિયો વાયરલ થતાં ચૂંટણી પંચે તપાસના હાથધરી છે. 
 

અરવલ્લીના પટેલીયાના મુવાડા ગામે ચૂંટણી બહિષ્કાર 

બાયડના પટેલિયાના મુવાડા ગામે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. જો કે ગામ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરતાં ઉમેદવારો દોડતાં થઇ ગયેલા જોવા મળ્યાં હતા. જેને લઇને ભાજપના ઉમેદવાર ધવલલસિંહ ઝાલા પટેલિયાના મુવાડા પહોંચ્યા હતા. ગામ લોકોને મતદાન કરવા સમજાવવા માટે ધવસિંહ ઝાલા સાથે સાંસદ દીપસિંહ રાઠોઠ પણ લોકોને મનાવવા પહોંચ્યા હતા. 

બાયડના 4 ગામમાં EVM-VVPAT ખોટવાયાં

બાયડ બેઠક પર ચાલી રહેલ પેટાચૂંટણી પરના મતદાનને લઇને અહીં ચાર મથકો પર EVM-VVPAT ખોટવાયા હોવાની વાત બહાર આવી છે. જેમાં હેલોદર, માનવાવ, ગાબટ અને ચોઇલા ગામમાં VVPAT ખામી સર્જાયેલી જોવા મળી છે. જો કે EVM-VVPAT માં ખામી સર્જાતા મતદાન બંધ કરવાની ફરજ પડી હતી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

EC Video viral by election gujarat કોંગ્રેસ ગુજરાત પેટા ચૂંટણી વાયરલ વીડિયો By Election

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ