બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પ્રદેશ પ્રમુખની પસંદગી હવે ભાજપ હાઈકમાન્ડ માટે બની ગઇ માથાનો દુઃખાવો, કારણ બળવાની બીક!
Last Updated: 10:13 AM, 2 July 2025
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની પસંદગી હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો બની ગઈ છે. પાર્ટીને આશંકા છે કે જો નવુ નામ જાહેર કરવામાં આવશે તો કેટલાક અસંતુષ્ટ લોકો બળવો ઊભો કરી શકે છે. વધુમાં, જો માત્ર જ્ઞાતિ-જાતિ અને પ્રદેશના સમીકરણોનો જ વિચાર કરવામાં આવશે અને મજબૂત નેતૃત્વ લાવવામાં નિષ્ફળતા મળશે, તો 2027ની વિધાનસભા ચૂંટણીમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. આમ આદમી પાર્ટી તો પહેલાથી જ આક્રામક વલણ અપનાવી રહી છે અને પોતાનું સંગઠન મજબૂત બનાવી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની પસંદગી અનેક વખત ટળી ચૂકી છે. હાલના પ્રમુખ C.R.પાટીલ પોતે પણ ઘણીવાર જાહેરમાં જણાવ્યું છે કે તેઓ હવે આ જવાબદારીમાંથી મુક્ત થવા માંગે છે. પેટાચૂંટણીઓ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના કારણે નિર્ણય લંબાવાયો હતો. હવે જ્યાં નજીકના સમયમાં કોઈ મોટી રાજકીય ઘટના નથી, ત્યારે આગામી થોડા દિવસોમાં નવા પ્રમુખની જાહેરાત થવાની શક્યતા છે.
ADVERTISEMENT
જો વાત કરીએ તો , છેલ્લા દોઢેક વર્ષમાં અનેક નામોએ ચર્ચામાં સ્થાન લીધું હતું. પરંતુ ભાજપમાં એવું પણ કહેવાય છે કે જેમના નામોની વધારે ચર્ચા થાય છે, તેઓની પસંદગી કરવામાં આવતી નથી. હાલ અમદાવાદના વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરનું નામ સૌથી આગળ છે. તેમ છતાં, આ નિર્ણય દિલ્હી હાઈકમાન્ડ માટે સરળ નથી કારણ કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં હવે માત્ર અઢી વર્ષ બાકી છે.

ADVERTISEMENT
ભાજપ પાસે હાલ વિધાનસભાની 162 બેઠકો છે અને લોકસભાની 26માંથી 25 બેઠકો. વિરોધ પક્ષોમાં કોંગ્રેસ કમજોર છે અને આપનું પણ કોંગ્રેસ જેવી જ સ્થિતિ છે. છતાં, વિસાવદરની ચૂંટણીમાં ગોપાલ ઇટાલીયાએ ભાજપને હરાવતાં આમ આદમી પાર્ટીનું મોરાલ વધ્યું છે, જેને કારણે ભાજપ થોડું ચિંતિત છે.
ADVERTISEMENT
આગામી વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં આપ કે કોંગ્રેસ સહીતના કોઈપણ પક્ષ કે અપક્ષ ઉમેદવારો કોઈ ચમત્કાર ન કરી જાય તે માટે પાટિલ જેવા મજબૂત પ્રદેશ પ્રમુખ શોધવા પડશે. ભાજપમાં જ આંતરીક રોષ ન ફેલાય તે માટે જ્ઞાતિ જાતિ તેમજ પ્રદેશને ધ્યાનમાં લેવા પણ જરૂરી છે. આવુ કરવામાં કદાચ મજબુત પ્રમુખ ન મળી શકે.
ADVERTISEMENT

મજબુત અને યુવાન તેમજ ભણેલા ગણેલા અને ગોપાલ જેવા સામે એગ્રેસિવ થઈ શકે, તેમનો સામનો કરીને તેમના પર હાવી થઈ શકે તેવી પસંદગી કરવાનુ ભાજપ વધુ યોગ્ય ગણશે. જો કે, આવુ કરવામાં જ્ઞાતિ-જાતિ કે પ્રદેશનુ ધ્યાન ન રાખી શકાય અને તેને કારણે પણ ભાજપની નીચેની બન્ને કેડરોમાં અસંતોષ ઉભો થઈ શકે છે. આવા અસંતુષ્ટો ભલે ખુલીને બહાર ન આવે પરંતુ ચૂંટણીમાં તેમની નેગેટિવ ભૂમિકા ભજવે તો વિરોધ પક્ષોને તેનો સીધો ફાયદો થાય.
પાર્ટીના મુખ્ય સૂત્રો કહે છે કે આગામી બે અઠવાડિયામાં નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઈ શકે છે. 2027ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે આ પસંદગી ખૂબ જ નિર્ણાયક બની રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.