ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હવે શાળાની દાદાગીરી નહીં ચાલે! કડકડતી ઠંડી વચ્ચે શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય

આદેશ / હવે શાળાની દાદાગીરી નહીં ચાલે! કડકડતી ઠંડી વચ્ચે શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય

Published By: Priykant Shrimali

Last Updated: 03:04 PM, 1 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખતાં શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ અને વાલીઓ માટે રાહતરૂપ નિર્ણય જાહેર કર્યો, અહીં ક્લિક કરી જાણો તમામ વિગતો

ADVERTISEMENT

Bharuch : ભરૂચ જિલ્લામાં શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખતાં શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ અને વાલીઓ માટે રાહતરૂપ નિર્ણય જાહેર કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ચોક્કસ રંગ, ડિઝાઇન અથવા નિશ્ચિત દુકાનોમાંથી સ્વેટર ખરીદવા માટે દબાણ થતું હોવાની ફરિયાદો વધતી હતી. આ કારણે અનેક વાલીઓ પર અનાવશ્યક આર્થિક ભારણ પડી રહ્યું હતું.

આ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લેતા જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબાએ તમામ શાળાઓને સત્તાવાર પત્ર પાઠવી સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે, વિદ્યાર્થીઓને ચોક્કસ કલર અથવા બ્રાન્ડના સ્વેટર ફરજિયાત કરાશે નહીં. શાળાઓ નિશ્ચિત દુકાનોમાંથી સ્વેટર ખરીદવા દબાણ કરી શકશે નહીં. વિદ્યાર્થીઓ ઘરેથી લાવેલા કોઈપણ ગરમ કપડાં (સ્વેટર, જૅકેટ વગેરે) પહેરી શકે અને તેને માન્ય ગણવાનું રહેશે. વિદ્યાર્થીઓને ઠંડીમાં આરામદાયક ગરમ કપડાં પહેરવા સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવશે.

આ પણ વાંચો : અમદાવાદ-રાજકોટનો AQI 200 પાર જતા શહેરીજનો વીફર્યા, તંત્રની બેદરકારીને ગણાવી જવાબદાર

મહત્વનું છે કે, શિયાળાની કડક ઠંડીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના આરોગ્ય તથા વાલીઓના આર્થિક હિત માટે જિલ્લાવાર લેવાયેલો આ નિર્ણય પ્રશંસનીય માનવામાં આવી રહ્યો છે. વિભાગે તમામ શાળાઓને આ સૂચનાનું કડક પાલન કરવા તાકીદ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ફરિયાદો ન ઉદ્ભવે અને વિદ્યાર્થીઓ નિર્વિઘ્ને શાળા જઈ શકે. આ નિર્ણયથી વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કેમ કે હવે તેઓ તેમના બાળકો માટે પોતાની ક્ષમતા મુજબ અનુકૂળ અને સસ્તા ગરમ કપડાં પસંદ કરી શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

sweaters School student Bharuch

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ