ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટના સમાચાર / અમદાવાદ-રાજકોટનો AQI 200 પાર જતા શહેરીજનો વીફર્યા, તંત્રની બેદરકારીને ગણાવી જવાબદાર
Last Updated: 01:31 PM, 1 December 2025
ADVERTISEMENT
રાજકોટ શહેરમાં હવા પ્રદૂષણનું સ્તર ચિંતાજનક મર્યાદાએ પહોંચ્યું છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વાયુમાનવ સંદૂષણ સૂચકાંક (AQI) 200ને પાર પહોંચી ચુક્યો છે, જ્યારે રામદેવપીર ચોકડી અને સોરઠીયા વાડી સર્કલમાં આ આંકડો 300ને વટાવી ગયો છે.
ADVERTISEMENT

માસ્ક પહેરવા જેવી સુરક્ષા પગલાં લેવા સલાહ આપી
ADVERTISEMENT
પર્યાવરણ નિષ્ણાતો શહેરવાસીઓને બહારની પ્રવૃત્તિઓ ઘટાડવા અને માસ્ક પહેરવા જેવી સુરક્ષા પગલાં લેવા સલાહ આપી રહ્યા છે. તેમને આ સાથે ન્યૂનતમ પ્રમાણમાં વાહનો અને ઉદ્યોગોમાં કચરો ઉત્સર્જન નિયંત્રિત કરવા માટે સરકારને જરૂરી પગલાં લેવાની જરૂરિયાત છે. શહેરમાં હવામાં ધૂળ, ધુમાડો અને ઝેરી કણોના પ્રમાણમાં સતત વધારો થવાથી સામાન્ય લોકો, બાળકો અને વૃદ્ધો માટે સ્થિતિ ગંભીર બની છે.
ADVERTISEMENT
અમદાવાદમાં AQI લેવલ ચિંતાનો વિષય
અમદાવાદ શહેરની હવા સતત પ્રદૂષિત થઈ રહી છે. AQI લેવલ પર અમદાવાદની હવા 200 ઉપર જોવા મળી રહી છે. ત્યારે તમામ માટે આ ચિંતાનો વિષય બન્યું છે સતત પ્રદૂષિત થતી હવાને લઇ શહેરીજનોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. લોકોએ vtv સાથેની વાતચીતમાં કહ્યું કે આ ખૂબ ચિંતાજનક વિષય છે શહેરમાં દિવસે વાહનોની સંખ્યા વધતી જઈ રહી છે. નવી બિલ્ડીંગો બની રહી છે ચોક્કસ આપણે વિકાસ કરી રહ્યા છે. પરંતુ આપણા સ્વાસ્થ્યના ભોગે આ વિકાસ થતો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ હિમવર્ષા થશે? જુઓ ક્યાં, સાથે ગુજરાતમાં અંબાલાલની માવઠાની આગાહીએ વધારી ખેડૂતોની ચિંતા
થલતેજમાં સૌથી વધુ એટલે કે 200 ઉપર પ્રદૂષણનું લેવલ પહોંચી ગયુંઃ સ્થાનિક
ADVERTISEMENT
અમે લોકો થલતેજ વિસ્તારમાં આજથી ચાર વર્ષ પૂર્વે રહેવા આવ્યા હતા. તે સમયે 8 થી 10 પ્રદૂષણનું લેવલ થલતેજ વિસ્તારમાં હતું. પરંતુ આજે થલતેજમાં સૌથી વધુ એટલે કે 200 ઉપર પ્રદૂષણનું લેવલ પહોંચી ગયું છે તો એક સ્થાનિક મહિલાએ લોકોને હાથ જોડીને વિનંતી કરી કે સરકારે પબ્લિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા આપી છે તો તેનો ઉપયોગ કરો ઘરના જેટલા સભ્યો કેટલા વાહનો રાખી પ્રદૂષણ ના વધારો લોકોએ કહ્યું કે જીવનનું સૌથી મહત્વનું એ ઓક્સિજન એટલે હવા છે પરંતુ તે જ સૌથી ખરાબ સ્થિતિમાં અમદાવાદમાં જોવા મળી રહ્યું છે
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.