ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હિમવર્ષા થશે? જુઓ ક્યાં, સાથે ગુજરાતમાં અંબાલાલની માવઠાની આગાહીએ વધારી ખેડૂતોની ચિંતા
Last Updated: 01:00 PM, 1 December 2025
ADVERTISEMENT
ગુજરાતના હવામાનને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં આવતા દિવસોમાં દિત્વાહ વાવાઝોડાની અસર જોવા મળશે. આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને થોડા વરસાદી છાંટા થવાની શક્યતા છે.
ADVERTISEMENT
ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં ઠંડીમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. નલીયામાં પણ ઠંડીનો પ્રભાવ રહેશે અને ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા વધવાથી ઠંડીમાં વધુ તીવ્રતા અનુભવાશે.
ADVERTISEMENT
ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીમાં ઠંડી
ADVERTISEMENT
આગામી દિવસોમાં, ખાસ કરીને 18થી 24 ડિસેમ્બરના સમયગાળામાં, બંગાળના ઉપસાગરમાં હવામાનની હલચલ નોંધાઈ શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું પડી શકે છે, જે સાથે ડિસેમ્બરના અંતમાં હાડથી ઠંડી પણ પડવાની શક્યતા છે. જાન્યુઆરીના પ્રથમ બે સપ્તાહમાં રાજ્યમાં ઠંડી ચાલુ રહેશે. જેમાં લોકો કડાકાની ઠંડી માટે તૈયારી રાખવી જોઈએ.
આ પણ વાંચોઃ સત્તાધીશો હવે તો ઊંઘમાંથી જાગો! તંત્રના પાપે રાજ્યના આ જિલ્લામાં દર્દીઓનો રાફડો ફાટ્યો
ADVERTISEMENT
સાવચેતી સૂચનાઓ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.