બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kutch પોલીસમાં ફરજ બજાવતી મહિલા અધિકારીની હત્યા, CRPF જવાને ગળુ દબાવ્યું
Last Updated: 04:56 PM, 19 July 2025
ADVERTISEMENT
Kutch News : અંજારમાં પોલીસમાં ફરજ બજાવતી યુવતીની તેના જ ઘરમાં ઘુસીને હત્યા કરી દેવામાં આવી હતી. સુરેન્દ્રનગર લખતરના ડેરવાળાની યુવતીની હત્યાનો ચકચારી બનાવ બનતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો. યુવતીનાં પરીવાર જનો અંજાર જવા રવાનાં થયાં હતા. અંજારમાં મહિલા ASI તરીકે ફરજ બજાવતી અરૂણા જાદવની હત્યા કરી નાખવામાં આવી હતી. ગઈ મોડીરાત્રે અંજારની ગંગોત્રી સોસાયટી-2 માં હત્યા થઇ હતી. દિલીપ ડાંગચીયા નામના મિત્રએ જ હત્યા કરી નાખી હતી.
સામાન્ય ઝગડામાં ઢીમ ઢાળી દીધું
ADVERTISEMENT
સામાન્ય ઝઘડા બાદ બોલાચાલી થતા ગળું દબાવી હત્યા કરી દેવાઇ હતી. પ્રેમ સંબંધમાં પ્રેમીએ જ પોતાની પ્રેમિકા ASI અરૂણા જાદવની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. હત્યારો પ્રેમી CRPFમાં ફરજ બજાવે છે. પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પરિવારમાં પણ શોકની લાગણી ફેલાઇ છે. જો કે ઘટના પ્રેમ પ્રકરણની હોવા ઉપરાંત હત્યારો પ્રેમી ક્યાંય ફરાર નહી થતા પોલીસમાં હાજર થઇ ગયો છે.
આ પણ વાંચો : 4 વાગ્યા સુધીમાં મેઘો છોતરાં કાઢી નાખશે, સૌરાષ્ટ્ર-કચ્છમાં તો રેડ એલર્ટ જાહેર
ADVERTISEMENT
પ્રેમી મણિપુરથી ASI ને મળવા આવ્યો હતો
કચ્છના અંજારમાં અરૂણા જાદવ નામની મહિલા ગુજરાત પોલીસમાં આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવે છે. તે અંજારની ગંગોત્રી સોસાયટીમાં રહે છે. તેનો પ્રેમી દિલીપ મણિપુરમાં CRPF માં ફરજ બજાવે છે. ગત્ત રાત્રે તે પોતાની પ્રેમિકા અરૂણાને મળવા માટે તેના ઘરે આવ્યો હતો. જો કે કોઇ મામલે બોલાચાલી થતા મામલો વણસ્યો હતો. જેથી પ્રેમીએ અરૂણાનું ગળુ દબાવી દીધું હતું.
ADVERTISEMENT
હત્યા કર્યા બાદ હત્યારો પોલીસમાં હાજર થયો
હત્યા કર્યા બાદ પ્રેમી પોલીસમાં હાજર થઇ ગયો હતો. આ પ્રકારે એક પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ આવ્યો હતો. જો કે હત્યા પાછળ ક્ષણિક આવેગ હતો કે અન્ય કોઇ કારણ તે અંગે હાલ તો પોલીસ તપાસ ચલાવી રહી છે. જો કે ધોળા દિવસે આ પ્રકારે હત્યા થઇ જતા કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જ્યાં પોલીસ પોતે જ સુરક્ષિત નથી તેવામાં નાગરિકોની સુરક્ષા તે કઇ રીતે કરી શકશે તે એક મોટો સવાલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અરૂણા જાદવ મુળ સુરેન્દ્રનગરનાં દેરવાડાની વતની છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.