બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 4 વાગ્યા સુધીમાં મેઘો છોતરાં કાઢી નાખશે, સૌરાષ્ટ્ર-કચ્છમાં તો રેડ એલર્ટ જાહેર
5 ફોટો ગેલેરી
Last Updated: 02:54 PM, 19 July 2025
1/5
Gujarat Rain Forecast : આજે વહેલી સવારથી રાજ્યનાં અનેક વિસ્તારોમાં વરસાદ યથાવત છે. આ દરમિયાન હવે હવામાન વિભાગે આજે બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યનાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો માટે વરસાદનું એલર્ટ આપ્યું છે.
2/5
હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેની અસર અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં આજે બપોરે વરસાદી માહોલ ફરી એકવાર શરુ થયો છે. હવામાન વિભાગે 4 વાગ્યા સુધીની આગાહી કરી છે તેમાં 6 જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે જ્યાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે.
3/5
હવામાન વિભાગ દ્વારા આજે બપોરના 1થી 4 વાગ્યા સુધીની આગાહીમાં બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ભાગોમાં થંડરસ્ટોર્મ અને 41થી 61કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે.
4/5
હવામાન વિભાગે જે આગાહી કરી છે તેમાં સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ માટે એલર્ટ જાહેર કર્યું છે જ્યાં સામાન્ય વરસાદ થવાની સંભાવનાઓ જોવાઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ