બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદનું પ્રસિદ્ધ ગરબા ગ્રાઉન્ડ થયું પાણી પાણી, આજે ગરબા રદ થવાની શક્યતા

જાણી લેજો / અમદાવાદનું પ્રસિદ્ધ ગરબા ગ્રાઉન્ડ થયું પાણી પાણી, આજે ગરબા રદ થવાની શક્યતા

Published By: Priykant Shrimali

Last Updated: 12:58 PM, 29 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad GMDC Ground Rain : ગઇકાલે આવેલ વરસાદ બાદ અમદાવાદના પાર્ટી પ્લોટોની હાલત બગડી, ગ્રાઉન્ડ પાણીમાં ગરકાવ, જેટ મશીન દ્વારા પાણી કાઢવા મથામણ

Ahmedabad GMDC Ground Rain : અમદાવાદમાં ગઇકાલે પડેલા ભારે વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને પાર્ટી પ્લોટ અને ગ્રાઉન્ડમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થવાથી નવરાત્રીના રંગમાં ખલેલ સર્જાઈ છે. શહેરના GMDC ગ્રાઉન્ડ જ્યાં દરરોજ હજારો લોકો ગરબા રમવા ભેગા થાય છે, ત્યાં હજુ પણ પાણી ભરાયેલું છે. વરસાદ બાદના 24 કલાક પછી પણ પાણી ન ઉતરતા તંત્રએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ જવાની સ્થિતિ વચ્ચે હવે તંત્ર દ્વારા સ્થળ પર જેટ મશીન મોકલવામાં આવ્યા છે. આ તરફ હાલની સ્થિતિએ પાણીની નિકાસની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. એક અનુમાન મુજબ સમગ્ર પાણી નિકળવા માટે આશરે ચાર કલાક જેટલો સમય લાગી શકે છે. જોકે આજે સાંજ સુધીમાં ગરબાની શરૂઆત પહેલા ગ્રાઉન્ડ તૈયાર થઈ જશે કે કેમ એ અંગે હજુ સ્પષ્ટતા નથી.

આ પણ વાંચો : બાકીના નોરતામાં સોથ વાળી દેશે વરસાદ, અંબાલાલ પટેલની ભયાનક આગાહી

GMDC ગ્રાઉન્ડ ઉપરાંત શહેરના અન્ય અનેક પાર્ટી પ્લોટ, ખાસ કરીને નિલકંઠ ગ્રાઉન્ડ, શિવ શક્તિ પાર્ટી પ્લોટ અને પ્રહલાદનગર વિસ્તારના ઓપન એર સ્થળોએ પણ પાણી ભરાવાના કેસ સામે આવ્યા છે. હવે તંત્ર સામે ચિંતાનું મુખ્ય કારણ એ છે કે, જો આવું જ વરસાદી માહોલ ચાલુ રહ્યો, તો આગામી નવરાત્રીના દિવસોમાં દરરોજના કાર્યક્રમો પર અસર પડી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Navratri Ahmedabad water in GMDC ground

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ