બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO: અમદાવાદીઓ માટે નવું નજરાણું, ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા બાલવાટિકાનું લોકાર્પણ
Last Updated: 08:51 PM, 25 July 2025
Kankaria Balvatika : અમદાવાદીઓ અને બહારથી આવતા મુલાકાતીઓ માટે હરવાફરવા માટેનાં સ્થળોમાં આજે વધુ એક સ્થળનો ઉમેરો થયો છે. વાસ્તવમાં આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલમાં હસ્તે કાંકરિયામાં બાલવાટિકાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કાંકરિયાનું જૂનું બાલવાટિકાનું 22 કરોડના ખર્ચે નવીનીકરણ થયું છે. અહીં બાળકો તેમજ યુવાનોને પસંદ આવે તેવી વિવિધ એક્ટિવિટીઝ ને નવા રૂપ રંગમાં નિર્માણ કરવામાં આવ્યું છે. વિગતો મુજબ બાલવાટિકામાં રૂપિયા 50માં એન્ટ્રી ટિકિટમાં મેળવીને મુલાકાતી 6 એક્ટિવિટીનો લાભ લઈ શકશે.
ADVERTISEMENT

અમદાવાદમાં આજે બાલવાટિકાનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયુ છે. અહીં બાળકો અને યુવાનો માટે વિવિધ એક્ટિવિટીઝને નવા રૂપ રંગમાં નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે અહીં અલગ અલગ 27 પ્રકારની એક્ટિવિટીઝ નવા બાલવાટિકામાં માણવા મળશે. જેમાં ખાસ કરીને ડાયનાસોર ટ્રેન, ડાયનાસોર પાર્ક, બટરફ્લાય પાર્ક, Kids ગો કાર્ટ, Wax મ્યુઝિયમ જેવી એક્ટિવિટીઝ જોવા મળશે. મહત્વનું છે કે,બાલવાટિકામાં રૂપિયા 50માં એન્ટ્રી ટિકિટમાં 6 એક્ટિવિટીનો લાભ લઈ શકશે. આ સાથે અહીં અન્ય એક્ટિવિટીના અલગ અલગ ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT

કાંકરિયા તળાવમાં આવેલી બાલવાટિકા વર્ષોથી બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે ત્યારે હવે મહાનગરપાલિકાએ પીપીપી ધોરણે બાલવાટિકાનું રીડેવલોપમેન્ટ કર્યું છે. 22 કરોડના ખર્ચે બાલવાટિકામાં 28 જેટલા આકર્ષણનો ઉમેરો કરાયો છે. જેમાં ગુજરાતમાં સૌપ્રથમ વખત વેક્સ મ્યુઝિયમ અને ગ્લાસ ટાવર ઉભા કરાયા છે. આ ઉપરાંત ગુજરાત અને ભારતમાં ન હોય એવી રાઈડનો ઉમેરો કરવામાં આવ્યો છે. કાંકરિયાની બાલવાટિકામાં હવે વેક્સ મ્યુઝિયમ, ગ્લાસ ટાવર, ઇલ્યુઝન હાઉસ, ફ્લાઈંગ થિયેટર જેવી અલગ અલગ 28 એક્ટિવિટીનો સમાવેશ કરાયો છે.
ADVERTISEMENT
નાનાં બાળકોથી લઈ મોટાની એન્ટ્રી ફી રૂ. 50
ADVERTISEMENT
કાંકરિયા બાલવાટિકામાં નવી બનેલી બાલવાટિકા કાર્નિવલમાં અલગ જ દુનિયાનો અનુભવ થશે. હલનચલન અને અવાજ કરતા ડાયનાસોર પાર્ક, સૌથી ઊંચો ગ્લાસ ટાવર, ભુલભુલૈયા, મહાન વ્યક્તિઓની આબેહૂબ પ્રતિમાવાળું મ્યુઝિયમ, ઇલ્યુઝમ હાઉસ તેમજ રમતગમતની અલગ અલગ એક્ટિવિટી, ગો કાર્ટ, મડ રાઇડ સાથે નવી બાલવાટિકા બનીને તૈયાર થઈ ગઈ છે. કોઈન હાઉસ, કાચનું ઘર (AC), શૂહાઉસ, લેન્ડસ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન અને ગ્લો સ્ટેશન માટે કોઈપણ ચાર્જ લેવામાં આવશે નહીં. નાનાં બાળકોથી લઇ મોટા સુધીની એન્ટ્રી ફી રૂ. 50 રહેશે. જ્યારે દરેક રાઇડની અલગ અલગ ફી નક્કી કરવામાં આવી છે. સૌથી વધુ મજા માણી શકે એવા સ્નોપાર્ક (નભોદર્શન અને જેકેટ્સ સાથે)ની ફી રૂ. 450 રાખવામાં આવી છે.

ADVERTISEMENT
આ પણ વાંચો : શિક્ષકોની ભરતીને લઈ ગુજરાત સરકારનો નિર્ણય, નિવૃત્ત શિક્ષકોની કરાશે નિમણૂક
ભારતનો પ્રથમ ગ્લાસ ટાવર
ADVERTISEMENT
બાલવાટિકાનું નવીનીકરણ કરવામાં આવતાં અલગ જ લુકમાં જોવા મળશે. એમાં અદ્યતન ડિઝાઇનવાળો એન્ટ્રી ગેટ જોવા મળશે. ગુજરાત અને ભારતમાં કોઈક જ સ્થળે ના જોવા મળે એવા મ્યુઝિયમ અને રાઇડ્સનો સમાવેશ બાલવાટિકામાં કરવામાં આવ્યો છે. ભારતમાં સૌપ્રથમ વખત ઊંચાઈ પરથી જોવા મળતો પારદર્શકતા સાથેનો ગ્લાસ ટાવર, ગુજરાતમાં સૌપ્રથમ વખત વેક્સ મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે. બાલવાટિકામાં નાનાં બાળકોથી લઇ મોટા લોકોને પણ મનોરંજન મળી રહેશે. સેલ્ફીઝોનથી લઈને અલગ અલગ મ્યુઝિયમ, એડવેન્ચર રાઈડ વગેરે બાલવાટિકામાં જોવા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.