બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગોદરેજ સેલેસ્ટે વિવાદમાં પીડિતોને રીફંડ આપવાની શરૂઆત, VTV Digitalના અહેવાલની અસર, પણ હજીય ઘણા સવાલો અનુત્તર
Last Updated: 12:58 PM, 11 October 2025
Godrej Garden City Celeste Controversy : અમદાવાદની ગોદરેજ ગાર્ડન સિટીની સેલેસ્ટે સ્કીમનો વિવાદ છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં છે. VTV Digitalની ટીમ દ્વારા ગત શનિવારે પીડિતો સાથે વાતચીત કરીને સ્થળ નીરિક્ષણ કરીને એક રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે બાદ આ મુદ્દો ઘણો ગરમાયો હતો. પીડિતો સાથે વીટીવી ડિજિટલે કરેલી વાતચીત પ્રમાણે સ્કીમ મૂકાયાના 3 વર્ષે હજીય એક ઈંટ જેટલું પણ બાંધકામ કરાયું નથી. 1100થી વધુ પરિવારો પોતાના સપનાના ઘર માટે રઝળી રહ્યા છે. કેટલાય પરિવારો તો એવા છે, જે પોતાના ઘરની રાહમાં ભાડે રહે છે, મહિને હજારો રૂપિયાનું ભાડું ભરે છે અને જે ઘર બન્યું જ નથી એના હપતા પણ ભરે છે.
ADVERTISEMENT
વીટીવી ડિજિટલ દ્વારા પબ્લિશ કરાયેલા આ વીડિયોમાં પીડિતોએ પોતાની અસહાયતા રજૂ કરી હતી. જે બાદ આખરે હવે ગોદરેજ પ્રોપર્ટીઝ અને શ્રી સિદ્ધિ બિલ્ડર્સ કેટલાક અંશે એક્શનમાં આવ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે છેલ્લા 3 દિવસમાં કેટલાક પીડિતોનું રિફંડ આપી દેવામાં આવ્યું છે. જેમાં તેમણે ભરેલી રકમ ઉપરાંત ગોદરેજ દ્વારા નુક્સાન પેટે વ્યાજની પણ ચૂકવણી કરવામાં આવી છે. જો કે, આ પીડિતોએ છેક જૂન-જુલાઈ 2025માં કેન્સલેશન માટે અપ્લાય કર્યું હતું, જેના 5 મહિને તેમને રિફંડ મળી રહ્યું છે. આ અંગે વીટીવી ડિજિટલ દ્વારા ગોદરેજ ગાર્ડન સિટીની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો, જેમાં અમે તેમને ચાર સવાલ પૂછ્યા છે.
ADVERTISEMENT
વીટીવી ડિજિટલ દ્વારા ગોદરેજ ગાર્ડન સિટીની ટીમનો ઈમેઈલ પર સંપર્ક કરીને કેટલા ગ્રાહકોનું રિફંડ અપાઈ ચૂક્યુ છે કેટલાનું પ્રોસેસમાં છે? રિફંડની પ્રક્રિયા શું છે? જેટલા ગ્રાહકોએ રિફંડ અપ્લાય કર્યું છે, તેમને ક્યાં સુધીમાં રિફંડ મળી શક્શે? જો કોઈ ગ્રાહકો ફ્લેટ કેન્સલ નથી કરાવતા તો બાંધકામ ક્યાંથી શરૂ થશે? આ સવાલો પૂછવામાં આવ્યા હતા. જે મોટા ભાગના ગ્રાહકો પૂછી રહ્યા છે. પરંતુ ગોદરેજ પ્રોપર્ટીઝ તરફથી આ અંગે કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

ADVERTISEMENT
ગોદરેજ ગાર્ડન સિટી દ્વારા રિફંડ તો ઈનિશિયેટ કરી દેવાયું છે, સાથે જ રવિવારે બધા જ કસ્ટમર્સની એક મીટિંગ પણ બોલાવવામાં આવી છે. જેમાં કંપની પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે તેવી શક્યતાઓ છે. જો કે ગ્રાહકો હજીય પોતાના પ્રશ્નોનો જવાબ ઈચ્છી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.