ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : યુવકોએ પાઇપમાં ફટાકડો ફોડ્યોને કિશોરીએ ગુમાવ્યો જીવ, જુઓ ભયાનક CCTV

અમદાવાદ / VIDEO : યુવકોએ પાઇપમાં ફટાકડો ફોડ્યોને કિશોરીએ ગુમાવ્યો જીવ, જુઓ ભયાનક CCTV

Published By: Jay Bhatt

Last Updated: 01:23 PM, 24 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં યુવકોની અવળચંડાઈને કારણે એક કિશોરીએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે .

ADVERTISEMENT

Ahmedabad News : દિવાળીના તહેવારની લોકો ફટાકડા ફોડીને ઉજવણી કરતા હોય છે, જો કે આજકાલના યુવકો બેદરકારીપૂર્વક ફટાકડા ફોડતા હોય છે, જેને કારણે અનેક વખત દુર્ઘટના ઘટતી હોય છે. આવી જ એક હચમચાવતી ઘટના અમદાવાદમાં બની છે.

દિવાળીનો તહેવારની ઉજવણી છેલ્લી બની ગઈ

અમદાવાદના સાબરમતીમાં 16 વર્ષીય સગીર માટે દિવાળીનો તહેવારની ઉજવણી છેલ્લી ઉજવણી બની હતી. મેઘા આર્કેડના ગેટ પાસે ઘટના બની હતી. યુવકે લોખંડના પાઈપમાં ફટાકડા નાખીને ફોડ્યો હતો, આ પાઈપનો કટકો સીધો જ પાસે ઉભેલી કિશોરીના માથામાં વાગી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.

સારવાર થાય તે પહેલા જ યુવતીએ ગુમાવ્યો જીવ

સગીર યુવતીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જો કે, તેની સારવાર થાય તે પહેલા જ જીવ ગુમાવી દીધો હતો. સોસાયટીના તોફાની યુવકો ફટાકડામાં અલગ પ્રકારનો અવાજ આવે માટે લોખંડ પાઈપ વસાવ્યો હતો. દિવાળી સમયે લોખંડ પાઈપમાં ફટાકડા ફોડતા હતા.

vtv app promotion

વધુ વાંચો : VIDEO : રોજગાર મેળામાં નેતાઓએ એવો શું કાંડ કરી નાખ્યો, કે ભડકી ઉઠ્યાં કેન્દ્રીય મંત્રી

ભયાનક ઘટના સીસીટીવીમાં કેદ

આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે, લોખંડનો પાઈપ ભયાનક રીતે ઉછળીને સગીરાના માથા પર વાગે છે અને માથા પરથી લોહી વહી જાય છે. આ મામલે સાબરમતી પોલીસે ફટાકડા ફોડનાર શિવાંગ ગોર સહિત બે સગીરની અટકાયત કરી છે. આરોપી શિવાંગ ગોર સંસ્કૃત વિદ્યાલયના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat news Ahmedabad firecracker incident Ahmedabad news update

Published by

Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ