બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પથ્થરમારો, ડંડાવાળી, જૂની અદાવતમાં સાણંદના કલાણામાં જૂથ અથડામણ, ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું
Last Updated: 03:16 PM, 30 December 2025
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા ગામમાં જૂની અદાવત મામલે બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો થયો હતો. જે બાદ મંગળવારે ગામમાં સ્થિતિ વધુ વણસતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમજ પરિસ્થિતિ કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.
ADVERTISEMENT
બે જૂથો સામે સામે પથ્થરમારો કર્યો
મળતી માહિતી મુજબ સાણંદ તાલુકાના કલાણા ગામે છેલ્લા ગણા સમયથી બે યુવાનો વચ્ચે સોશિયલ મીડિયામાં મુકવામાં આવતી પોસ્ટને લઈ વિવાદ ચાલી રહ્યો હતો. સોમવારે એક જૂથના યુવકને અન્ય જૂથના યુવકોએ કહેલ કે સામે કેમ જુવે છે તેમ કહી માથાકૂટ કરી હતી. જે બાદ બંને જૂથનાં લોકો એકઠા થઈ ગયા હતા અને સામ સામે મારામારી શરૂ કરી હતી. પોલીસે બંને જૂથના લોકો સામે સામસામી ફરિયાદ નોંધી છે. મંગળવારે સવારના રોજ ફરી પરિસ્થિતિ વણસતા બંને જૂથના લોકોએ સામ સામે પથ્થરમારો શરૂ કર્યો હતો. જેની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 14 ચેકપોસ્ટ, 71 શી ટીમ, 123 PCR..., થર્ટી ફર્સ્ટને લઇ એક્શનમાં અમદાવાદ પોલીસ
સોશિયલ મીડિયામાં વર્ચસ્વની લડાઈને લઈ મન દુઃખ થયુંઃએસપી
ADVERTISEMENT
સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલાણા ગામે બે જૂથના યુવકો વચ્ચે સામે જોવાની બાબતને લઈ મામલો બિચક્યો હતો. જેમાં બંને જૂથના લોકો સામ સામે પથ્થરમારો કરતા સામ સામે ફરિયાદ નોંધાવી હતી. તેમજ ગામમાં કોમ્બીંગ ચાલુ છે તેમજ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે હાલ શાંતિનો માહોલ હોવાનું પોલીસ દ્વારા જણાવ્યું હતું. તેમજ આ જૂથ અથડામણમાં જે લોકોની સંડોવણી હશે તેને છોડવામાં નહી આવે. તેમજ એસપીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં વર્ચસ્વની લડાઈને લઈ મન દુઃખ થયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.