બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 14 ચેકપોસ્ટ, 71 શી ટીમ, 123 PCR..., થર્ટી ફર્સ્ટને લઇ એક્શનમાં અમદાવાદ પોલીસ

એલર્ટ / 14 ચેકપોસ્ટ, 71 શી ટીમ, 123 PCR..., થર્ટી ફર્સ્ટને લઇ એક્શનમાં અમદાવાદ પોલીસ

Vishal Khamar

Last Updated: 02:06 PM, 30 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

31 ડિસેમ્બરને લઈને અમદાવાદ પોલીસ એલર્ટ થઈ જવા પામી છે. શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવશે.

અમદાવાદમાં તા. 31 ડિસેમ્બરને લઈ અમદાવાદ પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. તા. 31 ડિસેમ્બરે 6000 થી વધુ પોલીસકર્મી બંદોબસ્તમાં રહેશે. ડીસીપી, એસીપી કક્ષાના અધિકારીઓ રાત્રીના બંદોબસ્તમાં જોડાશે. શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર ડ્રાઈવ યોજવામાં આવશે. શહેરમાં પ્રવેશ કરતા માર્ગ પર 63 જેટલા પોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે.

રોમિયોગીરી અને ડ્રિંક એન્ડ ડ્રાઇવ રોકવા પેટ્રોલિંગ કરવામાં આવશે

તેમજ પોલીસ દ્વારા એન્ટ્રી પોઈન્ટ પર 14 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. અને ડ્રગ્સ, દારૂની હેરાફેરી રોકવા પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. મહિલાઓની સુરક્ષા માટે 71 જેટલી શી ટીમ કાર્યરત રહેશે. 443 બ્રેથ એનાલાઈઝરની મદદથી ચેકિંગ કરવામાં આવશે. જ્યારે રોમિયોગીરી અને ડ્રિક એન્ડ ડ્રાઈવ રોકવા પેટ્રોલિંગ કરવામાં આવશે. સાંજના 6 વાગ્યાથી રાતના 3 વાગ્યા સુધી અમુક રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. સિંધુભવન રોડ અને સીજી રોડ પર સાંજના સમયથી વાહનોની અવર જવર બંધ કરવામાં આવશે.

અત્યારસુધી શહેર પોલીસને મંજૂરી માટે 11 અરજી મળી

31 ડિસેમ્બરને લઈ શહેર પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. શહેરમાં અનેક સ્થળ પર ન્યૂયર પાર્ટી યોજાશે. અત્યાર સુધી શહેર પોલીસને મંજૂરી માટે 11 અરજી મળી છે. એક પણ આયોજકોને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. આવતીકાલ સુધી પોલીસ મંજૂરી આપી શકે છે. તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનના અભિપ્રાય બાદ મંજૂરી મળશે.

Ahmedabad Police : 31stની લઈને હાલ લોકો ઉજવણીની તૈયાર કરી રહ્યા છે ત્યારે એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન શહેરમાં વધતી ભીડ અને જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ખાસ ટ્રાફિક ડાયવર્ઝન અને નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા છે. 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી દરમિયાન શહેરના કેટલાક મુખ્ય રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ રહેશે તેમજ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા લોકોને સૂચના આપવામાં આવી છે.

CG રોડ અને સિંધુ ભવન રોડ રહેશે બંધ

31 ડિસેમ્બરના સાંજે 6 વાગ્યાથી 1 જાન્યુઆરી રાત્રે 3 વાગ્યા સુધી CG રોડ પર સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે. તે જ રીતે સિંધુ ભવન રોડ પર ઝાઝરમાન ચાર રસ્તાથી તાજ સ્કાય લાઈન ચાર રસ્તા સુધી બંને બાજુથી વાહન વ્યવહાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

વૈકલ્પિક રૂટની વ્યવસ્થા

વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગો પણ ખુલ્લા રાખવામાં આવ્યા છે. સમથેશ્વર મહાદેવથી બોડી લાઇન ચાર રસ્તા થઈ CG રોડ ક્રોસ કરી શકાશે, પરંતુ CG રોડ પર વાહન ચલાવી શકાશે નહીં. મીઠાખળી સર્કલથી ગિરીશ કોલ્ડ્રિંક્સ ચાર રસ્તા થઈ સેન્ટ ઝેવિયર્સ રોડ તથા નવરંગપુરા બસ સ્ટેન્ડથી સ્વસ્તિક ચાર રસ્તા, કોમર્સ છ રસ્તા થઈ અવરજવર કરી શકાશે. સિંધુ ભવન રોડ માટે વૈકલ્પિક રીતે ઝાઝરમાન ચાર રસ્તાથી અશ્વમેઘ બંગલો, કાલી બારી મંદિર રોડ, ઉમિયા ટ્રેડર્સ ટી થઈ તાજ સ્કાય લાઈન તરફ જઈ શકાશે. ઉપરાંત બાગમાં ચાર રસ્તા થઈ આંબલી ઓવરબ્રિજ મારફતે શીલજ સર્કલ તરફ જવાની વ્યવસ્થા રહેશે.

ભારે વાહનો પર પ્રતિબંધ

31 ડિસેમ્બર દરમિયાન સવારે 8 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ભારે અને મધ્યમ માલવાહક વાહનો શહેરમાં પ્રવેશી શકશે નહીં. ઉપરાંત SG હાઈવે પર પણ 31 ડિસેમ્બર રાત્રે 8 વાગ્યાથી 1 જાન્યુઆરી રાત્રે 3 વાગ્યા સુધી વાહન વ્યવહાર પર પ્રતિબંધ રહેશે. વાહનચાલકોને સરદાર પટેલ રિંગ રોડનો ઉપયોગ કરવા જણાવાયું છે.

આ પણ વાંચોઃ પડશે કમોસમી વરસાદ, આવશે હવામાનમાં પલટો, ભરશિયાળે અંબાલાલે કરી માવઠાની આગાહી

પાર્કિંગ પર પણ નિયંત્રણ

પકવાન ચાર રસ્તાથી સાણંદ ચોકડી સુધી SG રોડ તથા તેની સર્વિસ રોડ પર 31 ડિસેમ્બર સાંજે 7 વાગ્યાથી 1 જાન્યુઆરી રાત્રે 3 વાગ્યા સુધી પાર્કિંગ પર પ્રતિબંધ રહેશે. નહેરુનગર સર્કલથી શિવરંજની અને ઇસ્કોન ચાર રસ્તા સુધી ખાનગી લક્ઝરી વાહનોનું પાર્કિંગ પણ મંજૂર નહીં હોય. જોકે ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને સરકારી ફરજ પરના વાહનોને છૂટ આપવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Police Ahmedabad Traffic Police Ahmedabad Police
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ