ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / રાજકોટના સમાચાર / Groom Uses Wedding Card To Support AAP

રાજકોટ / વાહ અદ્દભૂત ! AAPના વરરાજાએ લગ્નની કંકોત્રીમાં કર્યો પાર્ટીનો પ્રચાર, વેડિંગ કાર્ડ થયું વાયરલ

Published By: Hiralal

Last Updated: 02:35 PM, 14 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકરે તેના લગ્નની કંકોત્રીમાં પાર્ટી પ્રચારનું સૂત્ર લખ્યું છે.

ADVERTISEMENT

  • રાજકોટના આપ કાર્યકર પ્રભાત હુંબલેએ શોધ્યો પ્રચારનો આઈડિયા
  • 9 ડિસેમ્બરે હુંબલેના થવાના છે લગ્ન
  • કંકોત્રીમાં આપનો કર્યો પ્રચાર
  • મહેમાનોને આપને મત આપવાની કરી વિનંતી  

પ્રચાર માટે લોકો જાતજાતના હથકંડા અપનાવતા હોય છે ત્યારે રાજકોટના આમ આદમી પાર્ટીના એક કાર્યકરે પોતાના લગ્નના માધ્યમ દ્વારા પ્રચાર કરવાનો એક નવો વિકલ્પ શોધી કાઢ્યો છે. હકીકતમાં 9 ડિસેમ્બરે રાજકોટના 34 વર્ષીય પ્રભાત હુંબલેના લગ્ન થવાના છે અને તેમણે લગ્નની કંકોત્રીમાં આમ આદમી પાર્ટીના પ્રચાર માટે સૂત્રો લખાવ્યાં છે. 
રાજકોટમાં 'આપ'ની યૂથ વિંગના પ્રમુખ તરીકે હુંબલ છે અને તેમના લગ્ન 9 ડિસેમ્બરે થશે.

આમ આદમી પાર્ટીને વોટ આપો- મહેમાનોને કરી વિનંતી 
રિયલ એસ્ટેટના બિઝનેસમેન એવા આ વરરાજાએ જણાવ્યું હતું કે આપ રાજકોટના સ્થાપક સભ્ય તરીકે તેઓ આમંત્રિતોને તેમના રાજકીય ઝુકાવ અને શા માટે તેમણે પક્ષને ટેકો આપવો જોઈએ તે વિશે વાકેફ કરાવવા ઈચ્છે છે તેથી તેમણે વેડિંગ કાર્ડ (કંકોત્રી)માં આપના પ્રચાર માટેના સૂત્રો લખ્યાં છે કે આમ આદમી પાર્ટીને વોટ આપવો જોઈએ.

શું છે હુંબલના લગ્નના કાર્ડ અને કવરમાં 
હુંબલના લગ્નના કાર્ડ અને કવરમાં 'આપ'નું પાર્ટીનું ચિહ્ન છે અને તેમનું નિવેદન છે કે તેમનો પરિવાર 'આપ'ને મત આપશે. તેમણે જણાવ્યું હતું કે, આમંત્રણ પત્રિકાઓ તેમના પરિવાર દ્વારા 35થી 40 ગામોમાં વહેંચવામાં આવશે અને તેઓ આ પ્રસંગનો ઉપયોગ આમંત્રિતોને આપને મત આપવા વિનંતી માટે કરશે.

 હુંબલ પરિવારે પણ સોશ્યલ મિડિયા પર કંકોત્રી શેર કરી 
 હુંબલ પરિવારે સોશ્યલ મિડિયા પર આ આમંત્રણ પત્રિકા મૂકી હતી અને એને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આપના નેતાઓએ કાર્ડની છબીઓ ટ્વીટ કરી છે અને પ્રભાતને વ્યક્તિગત રૂપે ફોન કરીને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પર આ કાર્ડ જોનારા  લોકો તરફથી પણ તેને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.  હુંબલને આશા છે કે આ કાર્ડને મળેલા જબરદસ્ત પ્રતિસાદને જોતાં મોટી સંખ્યામાં લોકોને 'આપ'ને મત આપવા માટે મનાવી શકશે.

વાયરલ થઈ આપના પ્રચારવાળી લગ્નની કંકોત્રી 
વાયરલ થયેલા લગ્નના કાર્ડના જવાબમાં તેને 5૦૦ થી વધુ કોલ અને સંદેશા મળી ચૂક્યા છે. હુંબલના સાસુ-સસરાએ પણ આ પ્રયાસની પ્રશંસા કરી છે અને તેમના આમંત્રિતોને આમંત્રણ પત્રિકાઓ આપે ત્યારે 'આપ'ને મત આપવા વિનંતી કરવાની યોજના બનાવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

AAP in gujarat Gujarat Assembly Election gujarat assembly election 2022 ગુજરાત ચૂંટણી 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 Groom Uses Wedding Card To Support AAP

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ