બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Tech & Auto / ટેક અને ઓટો / આજે Googleનો 27મો બર્થડે, કંઇક આવો છે તેનો રિયલ અર્થ, એક ક્લિકમાં જાણો ઇતિહાસ
Last Updated: 10:09 AM, 27 September 2025
આજે, 27 સપ્ટેમ્બર 2025ના રોજ, ગૂગલ તેનો 27મો જન્મદિવસ ઉજવી રહ્યુ છે. આ ખાસ અવસરે, ગૂગલે એક ખાસ ડૂડલ બનાવ્યું છે જેમાં તેનો સૌથી પહેલો લોગો દર્શાવવામાં આવ્યો છે. આ ડૂડલ દ્વારા ગૂગલ દુનિયાભરના કરોડો યૂઝર્સનો આભાર વ્યક્ત કરે છે કે જેમણે તેના લાંબા સફરનો ભાગ બનીને તેને આ ઊંચાઈ પર પહોંચાડ્યું.
ADVERTISEMENT
ગૂગલની સ્થાપનાની ઉજવણી કેમ સપ્ટેમ્બર અંતે થાય છે ?
દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના અંતમાં ગૂગલ તેની સ્થાપનાનો ઉત્સવ ઉજવે છે. આમ તો ગૂગલની સ્થાપના 4 સપ્ટેમ્બર 1998ના રોજ થઇ હતી, પરંતુ વર્ષ 2000થી આ કંપની 27 સપ્ટેમ્બરનો દિવસ પોતાનો જન્મદિવસ તરીકે ઉજવે છે. કારણ કે 27 સપ્ટેમ્બર 1998ના રોજ ગૂગલએ ઈન્ટરનેટ પર સૌથી વધુ પેજ ઈન્ડેક્સ કર્યા હતા – જે તે સમયનું મોટું માઇલસ્ટોન હતું.
ADVERTISEMENT
"Google" નામનો અર્થ શું છે?
આમ તો Google એ કોઈ ઔપચારિક સંક્ષિપ્ત સ્વરૂપ (acronym) નથી, છતાં ઘણાં લોકો તેને “Global Organization of Oriented Group Language of Earth” તરીકે પણ જાણે છે.પણ વાસ્તવિક રીતે, "Google" નામ "Googol" પરથી લેવામાં આવ્યું છે – જે એવી સંખ્યા છે જેમાં 1 પછી 100 શૂન્ય હોય છે. આ નામ એ company ના વિશાળ ડેટાને ઓર્ગેનાઇઝ કરવા ના લક્ષ્યને દર્શાવે છે.
ADVERTISEMENT
ગૂગલના સ્થાપકો કોણ છે ?
ગૂગલની શરૂઆત લૈરી પેજ અને સર્જી બ્રિન દ્વારા 1998માં થઈ હતી, જયારે બંને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ખાતે PHDના વિદ્યાર્થી હતા.
ADVERTISEMENT
આજે ગૂગલ માત્ર સર્ચ એન્જિન નથી. તે ઘણા ક્ષેત્રોમાં કામ કરે છે જેમ કે:
Gmail
ADVERTISEMENT
Google Maps
YouTube
ADVERTISEMENT
Google Cloud
Android OS
Pixel devices
AI tools વગેરે.
આજનું ગૂગલ કોણ સંચાલિત કરે છે?
2015માં, ગૂગલની પેરન્ટ કંપની તરીકે Alphabet Inc. ની સ્થાપના કરવામાં આવી.Alphabet ની હેઠળ ગૂગલ સિવાય પણ અન્ય પ્રોજેક્ટ્સ સંચાલિત થાય છે જેમ કે:
Waymo (self-driving cars)
Verily (health tech)
X Research Lab
Alphabet એ એક પબ્લિક કંપની છે, એટલે કે તેના શેર બજારમાં વેચાય છે. લૈરી પેજ અને સર્જી બ્રિન હજુ પણ Alphabet ના બોર્ડ મેમ્બર છે, જો કે તેઓ દૈનિક કામગીરીમાં ભાગ લેતા નથી. હાલમાં, સુંદર પિચાઈ Alphabet અને Google બંનેના CEO છે. તેઓ ભારતીય મૂળના છે અને AI, Cloud Computing અને Hardware જેવા ક્ષેત્રોમાં નવી દિશામાં કંપનીને આગળ લઈ જઈ રહ્યા છે.
ગુગલ: આપણા જીવનનો ભાગ
ગૂગલ આજે માત્ર ટેકનોલોજીની નહીં, પણ આપણા જીવનશૈલીની પણ અનિવાર્ય ભાગ બની ચૂક્યું છે.
-રસ્તા શોધવા માટે Google Maps
-મનોરંજન માટે YouTube
-Android ફોન ચલાવવા માટે
-અથવા કોઈ માહિતી શોધવી હોય ત્યારે ગૂગલ દરેક જગ્યાએ છે.
આ પણ વાંચોઃ ટિકટોક 14 અબજ ડોલરમાં વેચાયું, લાંબા વિવાદ પછી ડોનાલ્ડ ટ્રમ્પે ડીલને આપી લીલીઝંડી
27 વર્ષની યાત્રા અને ભવિષ્યનો માર્ગ
27 વર્ષ પછી પણ, ગૂગલ સતત નવી શોધો કરી રહ્યું છે. તે ટેકનોલોજી જગતને નહીં, પણ સમગ્ર વિશ્વને એક નવી દિશા આપી રહ્યું છે — વધુ સરળ, વધુ સ્માર્ટ અને વધુ કનેક્ટેડ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.