બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / Tech & Auto / Google Pay appears to be the most used app in India for UPI amid rising digital transaction

VTV વિશેષ / ડિજિટલ પેમેન્ટ કરવા ભારતીયો આ રીત સૌથી વધુ પસંદ કરે છે, અમદાવાદીઓ છઠ્ઠા ક્રમે

Published By: Shalin

Last Updated: 05:41 PM, 11 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં ઈન્ટરનેટનો વ્યાપ વધવાથી ડિજિટલ ટ્રાન્સેક્શન ઝડપથી વધી રહ્યા છે. ગૂગલની નવી એપ ગૂગલ પે ભારતીયોની  ડિજિટલ ટ્રાન્સેક્શન માટેની સૌથી લોકપ્રિય એપ છે. તો આવો જાણીએ ભારતમાં વધી રહેલા ડિજિટલ ટ્રાન્સેક્શનને લગતા કેટલાક આંકડા.

ભારતમાં UPI એટલે કે Unified Payments Interface દેશના મોટા ભાગના ડિજિટલ ટ્રાન્સેક્શન માટે વપરાય છે. ઓક્ટોબરમાં ભારતમાં 50.49% ડિજિટલ ટ્રાન્સેક્શન UPI વડે થયા છે. બીજા નંબરે ક્રેડિટ/ડેબિટ કાર્ડ ત્રીજા ક્રમે નેટ બેન્કિંગ, ચોથા ક્રમે મોબાઈલ વોલેટ અને પાંચમા ક્રમે બેન્ક ટ્રાન્સ્ફર આવે છે. 

નોંધનીય છે કે કાર્ડના વપરાશમાં એક મહિનામાં જ 45.56% થી 35.67% એટલે કે 6.89% ધરખમ ઘટાડો નોંધાયો છે. 

UPIએ સરકારની માલિકીના નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 2016માં લોન્ચ થયું છે. જો કે સરકારની જ બીજી BHIM એપના વપરાશમાં 10.06% ઘટાડો થયો છે. હાલમાં 61.19% ટ્રાન્સેકશન્સ ગૂગલ પે વડે થાય છે. બીજા ક્રમે Pay TM છે જયારે ત્રીજા અને ચોથા ક્રમે અનુક્રમે PhonePe અને BHIM છે. 

કર્ણાટક સૌથી આગળ 

UPIના વપરાશમાં કર્ણાટક ટોચના સ્થાને છે જ્યાં દેશના 27.72% UPI ટ્રાન્સેક્શન થાય છે. આજ પ્રમાણે કર્ણાટકની રાજધાની બેંગ્લોર જેને ભારતનું સિલિકોન વેલી પણ કહે છે ત્યાં ટીયર 1ના શહેરોની સરખામણીમાં 38.10% UPI ટ્રાન્સેક્શન્સ થાય છે.  જયારે ટીયર 2 અને ટીયર 3ના શહેરો અનુક્રમે 30.97% અને 6.16% ટ્રાન્સેક્શન્સ માટે જવાબદાર છે. 

નોંધ માહિતી બેગ્લોરની કંપની રેઝર પે વડે ભેગી કરાઈ છે.

UPI ઉપર પડી છે હેકરોની નજર

અહી નોંધનીય છે કે UPI સંપૂર્ણ સુરક્ષિત નથી. હેકરો કોડ હેક કરીને પૈસાની ઠગાઈ કરી શકે છે. આ ઉપરાંત ફેક કોલ કરીને કાર્ડનો નંબર પૂછીને, OTP પૂછીને, બહારના WiFi વડે કનેક્ટ કરીને દેતા ચોરી લે છે.   

સંકળાયેલા મુદ્દાઓ

Google pay Netbanking Paytm UPI digital transaction e-wallet national payment corporation of India VTV Special

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ