બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / google make compulsory android 10 operating system working in all smartphones

ટેક્નોલોજી / ફેબ્રુઆરીથી તમામ સ્માર્ટફોનમાં મળશે એન્ડ્રોઇડ 10, ગુગલે કંપનીઓને આપ્યો નિર્દેશ

Published By: Mehul

Last Updated: 08:26 PM, 12 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુગલે ગયા સપ્ટેમ્બરમાં વધુ સિકયોર અને પ્રાઇવેસી ફિચર્સ સાથે તેની એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરી છે. જો કે તે માત્ર ગુગલના જ પિકસલ ફોનમાં જ અપડેટ થઇ છે. આ સિવાય કેટલીક કંપનીના એન્ડ્રોઇડ વન પ્રોગ્રામમાં સામેલ કેટલાક મોડલમાં નવા સોફટવેરનું અપડેટ આવ્યું છે.

  • ગુગલે સ્માર્ટફોન યુઝર્સને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો
  • ફેબ્રુઆરી-2020થી તમામ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 10 સાથે લોન્ચ કરાશે
  • ગુગલ 31 જાન્યુઆરી 2020થી એન્ડ્રોઇડ 9.0 (પાઇ) OS બંધ કરશે

એન્ડ્રોઇડની આ સમસ્યા વર્ષો જુની છે. એપલ સિવાયની સેમસંગ, હુઆવે, એલજી સહિતની તમામ મોબાઇલ કંપનીઓ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરે છે. પરંતુ તેમાં દરેક કંપની પોતાની રીતે નવા ફિચર્સ અને કસ્ટમાઇઝ યુઝર ઇન્ટરફેસ આપે છે. આ માટે એન્ડ્રોઇડમાં ફેરફાર કરે છે. જેથી જયારે ગુગલ નવું સોફટવેર રિલીઝ કરે ત્યારે આ કંપનીઓએ તેને કસ્ટમાઇઝ અને ઓપ્ટીમાઇઝ કરવું પડે છે. જેના પગલે અપડેટમાં છ મહિનાથી બાર મહિનાનો સમય લાગી જાય છે.

એન્ડ્રોઇડના ધીમા અપડેટની સમસ્યા માત્ર ટોચની મોબાઇલ કંપની સેમસંગના ઉદાહરણથી સમજી શકાય છે. સેમસંગના લેટેસ્ટ ફલેગશીપ ગેલેકસી 10 અને નોટ 10 સિરીઝના ફોનમાં એન્ડ્રોઇડ 10નું અપડેટ 2020 પહેલા આવે તેવી શકયતા નથી. ગુગલે હવે સ્માર્ટફોન યુઝર્સને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. ફેબ્રુઆરી-2020થી લોન્ચ થનારા તમામ સ્માર્ટફોન ફરજિયાત એન્ડ્રોઇડ 10 સાથે જ લોન્ચ કરવા પડશે.

ગુગલ 31 જાન્યુઆરી 2020થી નવા મોબાઇલમાં એન્ડ્રોઇડ 9.0 (પાઇ) ઓએસ આપવાનું બંધ કરશે. જેથી તમામ કંપનીઓને નવા મોબાઇલ 10 ઓએસ સાથે લોન્ચ કરવાની ફરજ પડશે. આ ઉપરાંત તમામ સ્માર્ટફોન નિર્માતા કંપનીઓએ તેમના ગેજેટ્સમાં વિવિધ સર્વિસિઝ માટે ગૂગલની પરવાનગી લેવી પડશે. રિપોર્ટ્સ અનુસાર ગૂગલે એન્ડ્રોઇડ ઓએસ આપવાના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. જે મુજબ એન્ડ્રોઇડ 9ના યુઝર્સને પણ પેરેન્ટ કન્ટ્રોલ અને ડિજિટલ વેલબિઇંગ ફિચર મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Android 10 Google Tech Update smartphones technology news ગુજરાતી ન્યૂઝ Technology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ